કોંગ્રેસે આવેદન આપ્યું:મુન્દ્રામાં PGVCL દ્વારા પાલિકા સ્તરે અપાયેલા વીજબીલનો વિરોધ

મુન્દ્રા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે આવેદન પાઠવી વધારાનો વીજદર પરત કરવાની માંગ કરી

મુન્દ્રા બારોઇને સંયુક્તપણે સુધરાઈનો દરજ્જો મળ્યા બાદ પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપાયેલા બીલમાં પાલિકા સ્તરનો વધારાનો ચાર્જ ફટકારતાં સ્થાનિક કોંગ્રેસે તેનો વિરોધ કરી લોકોએ બીલ મુજબ ભરેલા વધારાના નાણાં પરત કરવાની માંગ કરી હતી.

કોંગ્રેસે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને પાઠવેલા આવેદનમાં મુન્દ્રા ગ્રામપંચાયત માંથી મુન્દ્રા બારોઇ નગરપાલિકા તરીકે રૂપાંતરિત થયા બાદ પીજીવીસીએલ દ્વારા પ્રતિ યુનિટ પાલિકા સ્તરનો ચાર્જ વસુલવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરી અગાઉનો 85 લાખ રૂ નો બોજ હવે પ્રજાના ખભે લાદવામાં આવતો હોવા અંગે લેખિત વિરોધ દર્શાવ્યો છે.અને મૂળ મુદ્દા તરીકે પાલિકાના કાયદા મુજબ ડીપી ને ફરતે ગ્રીલ નથી,વોર્ડ ઓફિસ નો અભાવ છે.

પ્લાસ્ટિક કોટીનના કેબલને બદલે વર્ષો જુના વીજરેષા થી ગાડું ગબડાવાય છે ત્યારે સુધરાઈ સ્તરની વસુલાત શા માટે તે અંગે સવાલો ઉઠાવ્યા છે.ઉપરાંત પાલિકા જાહેર થયાને બે વર્ષ નો સમયગાળો વિત્યા છતાં વીજ કંપની દ્વારા કોઈ વધારાની સુવિધા આપવાને બદલે પહેલા કરતાં પણ વહિવટ ખાડે ગયો હોવાનો આક્રોશ દર્શાવી જ્યાં સુધી પાલિકા સ્તરની સર્વિસ ન અપાય ત્યાં સુધી વધારાનો વીજદર ન વસુલવાની માંગ કરી છે.આવેદન આપતી વેળાએ બહોળી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...