શ્રમયજ્ઞ:છસરા ડેમની 50 એકર જમીનમાં જુવારનું વાવેતર કર્યું : હવે રોજ દોઢસો મણ લણશે

મુન્દ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફળદ્રુપ જમીનમાં વરસાદ થયા બાદ પણ પંદર દિવસ ચાલે તેટલું ચરિયાણ ઉગી નીકળ્યું
  • ​​​​​​​ચોમાસા અગાઉ ગાયોના હિતમાં જીવદયા પ્રેમીઓનો શ્રમયજ્ઞ

હાલ જયારે પ્રખર તાપ વરસી રહ્યો છે ત્યારે ચોમાસા પહેલાં આગોતરી તૈયારી રૂપે કાયમ જિલ્લાવાસીઓ ને નવો રાહ ચિંધનાર મુન્દ્રા તાલુકાના છસરા ગામના જીવદયા પ્રેમીઓ એ ગાયો ના હિતમાં માલિયાંગ ડેમની ફળદ્રુપ જમીન પર પચાસ એકર માં ચરિયાણ રૂપે લીલી જુવાર વાવી પ્રેરણાદાયી શ્રમયજ્ઞ પાર પાડ્યો છે.

મુન્દ્રા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ રાણીબેન ચાવડા અને છસરા ગામના સરપંચ ચેતનભાઈ ચાવડા એ સ્થાનિકેના જીવદયા પ્રેમી જયાબેન વોરા સાથે સંકલન સાધી અન્ય ગ્રામજનો ના સથવારે ત્રણ માસ અગાઉ થી વાવેતર હાથ ધરતાં આજે ડેમના ખોળે પચાસ એકરમાં સાત ફૂટ ઉંચી જુવાર લહેરાતી નજર આવે છે. જેની બે દિવસ બાદ કાપણી શરૂ કરાશે .એક અંદાજ મુજબ વરસાદ પડ્યા પછી પણ પંદર દિવસ સુધી ગામની ગાયો સુખથી આરોગી શકે તેટલું ચરિયાણ હાલ હાથવગું થઇ ગયું છે.

રોજ ગામની ગાયોને 160 મણ ચારો નંખાશે
11/5ના રોજ કાપણી કર્યા બાદ થી રોજ ગામની ગાયો ને એક જગ્યાએ એકત્રિત કરી 160 મણ ચરો નાખવામાં આવશે.જે સતત વરસાદ પડ્યા સુધી ચાલુ રહેશે જેથી પશુધન સીમમાં રઝળપાટ કર્યા વિના પોતાના પેટની ભૂખ સંતોષી લેશે.હાલ મુક્ત બજાર માં ચરિયાણ નો ભાવ પ્રતિ મણ 150 રૂ છે ત્યારે રોજના ચરિયાણ ની કિંમત વીસ હજાર રૂ થી વધુ થશે.

શારીરિક શ્રમમાં ગામના પુરુષો સાથે મહિલાઓ પણ જોડાઈ
જીવદયાની પ્રવૃતિઓમાં કાયમ અગ્રેસર રહેતા છસરાના જયાબેન વોરાએ અબોલ પશુઓના હિતમાં જોડાયેલા ગામના પુરુષો અને મહિલાઓને સેવાકીય કાર્યોનો શ્રેય આપતાં સવા મહિના સુધી ટ્રેક્ટરથી ખેડ કરનાર પ્રફુલભાઇ છેડા વાવેતરમાં પરસેવો રેડનાર અશોક આહીર,બીજલ કોલી.કાનજી આતુ,સામત ગઢવી અને ચોકીદારી સહિતના કામમાં મદદ કરનારની દરેક મહિલાઓ પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી.

જમીન ખેડાણ વખતે મુંબઈ મહાજન સાથે સ્થાનિક કંપનીઓ સહયોગી રહી
પાંજરાપોળ અને ગ્રામજનોના સહયોગથી પાર પડેલા ભગીરથ કાર્ય અંગે સરપંચ ચેતન ચાવડાએ પ્રથમ ટ્રેક્ટર અને જેસીબી કામે લગાડી જમીન પર મોટી માત્રામાં ફેલાયેલા ગાંડા બાવળો દૂર કરાયા હતા. આર્થિક ખર્ચને પહોંચી વળવા છસરાની હદને સ્પર્શતી ફિલિપ્સ કાર્બન અને કાર્બન એજ કંપની સાથે મુંબઈ મહાજન સહયોગી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...