મુન્દ્રાના ધ્રબ વિસ્તારમાં કાર્યરત થયેલા અદાણી વિલ્મારના પ્રાગપર સ્થિત કંપનીના વિસ્તરણ પ્રોજેક્ટ અંગેની જાહેર લોક સુનાવણીમાં કંપનીની નોંધનીય સીએસઆર પ્રવૃત્તિ ઉપરાંત નકારાત્મક પાસા તરીકે રોજગારી માટે કરાતી સ્થાનિકોની અવગણનાના ઉછળેલા મુદ્દા સિવાય કાર્યક્રમ શાંતિપૂર્ણ પણે પૂર્ણ થયો હતો.ગાંધીધામ
માંડવી હાઇવે પર પ્રાગપર ચોકડી નજીક આવેલા અદાણી વિલ્માર પ્લાન્ટ ના પરિસર મધ્યે જિલ્લા મેજિસ્ટ્રેટ પી. ટી. પ્રજાપતિ તથા ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક ઓફિસર રાજેશકુમાર પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પર્યાવરણ સુનાવણી મધ્યે એકત્રિત થયેલા આસપાસના 38 ગામોના અસરગ્રસ્તોએ એક સુરે કંપની દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં ઉદાસીનતા દાખવાતી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જયારે આકસ્મિક પણે તેનાથી વિરોધાભાસી વલણ વ્યક્ત કરી કંપનીના આગમન બાદ તેની સીએસઆર પ્રવૃત્તિ થકી રોજગારીની વિપુલ તકો ઉભી થઇ હોવાની લાગણી દર્શાવી હતી.કાર્યક્રમના પ્રારંભે પ્રોજેક્ટની રૂપરેખા દર્શાવ્યા બાદ કંપનીના અધિકારીઓએ આગામી સમયમાં વિસ્તૃતીકરણ બાદ સ્થાનિકે 110 યુવાનો માટે રોજગારીની તકો ઉભી થવાનો દાવો કરતાં સમાઘોઘાનાં પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા વિરાણીયાના પ્રવિણસિંહ જાડેજાએ હાલ કેટલા સ્થાનિકો એકમ માં ફરજ બજાવતા હોવાનો સવાલ પૂછતાં કંપની તરફથી સ્નેહલ જરીવાલા સંતોષકારક ઉત્તર આપી શક્યા ન હતા.ત્યાર બાદ અન્ય લોકોએ પ્રજાલક્ષી કાર્યો વર્ણવી વિસ્તરણ પ્રોજેક્ટને આવકાર્યો હતો.આમ સ્થાનિક યુવાનોના કચવાટ ને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે સુનાવણી સંપન્ન થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.