મેદાન છે કે જાહેર માર્ગ:હવે મુન્દ્રાના એકમાત્ર રમતગમતના સ્થળ શાસ્ત્રી મેદાન પર દોડતા ભારે વાહનો વાળી રહ્યા છેે નખ્ખોદ

મુન્દ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતના શાસનકાળમાં સુધારણા અર્થે એક કરોડ ની ગ્રાંટ ફાળવાઈ
  • ગૌરવપથના નિર્માણને લઇ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગ્રાઉન્ડનો ઉપયોગ કરાતાં ખેલપ્રેમીઓમાં રોષ

વિકાસને વરેલું મુન્દ્રા અગાઉ નગરપંચાયત માંથી પછડાટ પામી ગ્રામપંચાયતમાં તબદીલ થયું ત્યાર બાદ દોઢ વર્ષ અગાઉ મુન્દ્રા બારોઇ ને સંયુક્તપણે નગરપાલિકાનો દરજ્જો મળ્યો પરંતુ તે વચગાળા ના સમયગાળામાં શહેરના એક માત્ર રમત ગમતના સ્થળ શાસ્ત્રી મેદાન ને અપગ્રેડ કરવા ના વાયદા તો અનેક થયા પણ આજની તારીખમાં ઉલટું ભારે વાહનો ગ્રાઉન્ડને ખૂંદતા પસાર થઇ તેનો સોથ વાળી રહ્યા હોવાથી રમતપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જૂની પોર્ટ કોલોની થી લઇ એસટી બસસ્ટેન્ડ સુધી ગૌરવપથ નું નિર્માણકાર્ય ચાલુમાં હોઈ વાહનોને પસાર થવાનો રસ્તો ખોદાયેલી હાલતમાં છે.માટે જુના અને નવા બંદર તરફથી ભારે માત્રામાં આવતો ટ્રાફિક પૂર્વ રોડના યાતનામય પ્રવાસથી બચવા વાયા શાસ્ત્રી મેદાન અંદરથી થઇ ડાકબંગલા બાજુ નીકળી જતો હોવાથી વરસાદી સીઝનમાં મેદાન હરિયાળું થવાને બદલે તેનો નખ્ખોદ વળી રહ્યો હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શાસ્ત્રી મેદાન ને લગોલગ મુકામ પાસેથી પસાર થવાનો રસ્તો સાબૂત પણ છે.

પરંતુ દરકારના અભાવે તેની હાલત અત્યંત જર્જરિત બની છે.જેથી વાહનચાલકો શાસ્ત્રી મેદાનનો ઉપયોગ કરતા હોવાથી નગરનું ખેલપ્રેમી યુવાધન મોઢું મચકોડી રહ્યું છે.ત્યારે તાત્કાલિક ધોરણે નગરના એક માત્ર નવલા નઝરાના ને બચાવવા મુખ્ય ગાડાવાટને દુરસ્ત કરી ભારે વાહનોને ત્યાંથી પસાર થવાની ફરજ પાડવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. v

અન્ય સમાચારો પણ છે...