હત્યાનું ઘુંટાતું રહસ્ય:વડાલામાં જૈન યુવકની હત્યા મુદ્દે મરીન પોલીસે નિર્જન સીમ ખૂંદી

મુન્દ્રા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવને 15 દિવસથી વધુ સમય થવા આવ્યો છતાં આરોપી પોલીસ પકડથી દુર

મુન્દ્રા તાલુકાના વડાલા મુકામે મુંબઈગરા જૈન આધેડ ની હત્યાને આજે પંદર દિવસથી વધારેનો સમયગાળો વિતી ગયા છતાં આરોપી પોલીસ પકડ થી દૂર છે ત્યારે મરીન પોલીસે જ્યાં થી ભોગગ્રસ્ત ની લાશ મળી હતી તે વડાલા પાવડીયારા વચ્ચે ની સીમ કોઈ નક્કર સગડ મળવાના ઉદેશ્ય સાથે ખૂંદી નાખી છે.

સમગ્ર ઘટનાક્રમ મુજબ પંદર દિવસ અગાઉ મુન્દ્રા ના વડાલા સ્થિત રેલવે ફાટક નજીક સીમ માંથી મૂળ વડાલા ના અને ધંધાર્થે થાણા ના ડોમ્બીવલી ખાતે વસેલા મનોજ ઉર્ફે મનુ સતરા નામક જૈન આધેડ નું શબ મળી આવ્યું હતું. જેનું તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નિર્મમ હત્યા કરાઈ હતી. બનાવ ને પગલે સ્થાનિક પોલીસ સાથે જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ શાખા આરોપીની સગડ મેળવવા તપાસ માં જોતરાઈ હતી. પરંતુ આજ પર્યંત હત્યા નું કારણ કે કાતિલ નો કોઈ સુરાગ મળ્યો નથી.

ત્યારે તપાસકર્તા મરીન પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર ગિરીશ વાણિયાએ ગુનો ઉકેલવા પોલીસ અથાગ મહેનત કરી રહી હોવાનું જણાવતા ડોગ સ્ક્વોડ ની મદદ,સંલગ્ન વ્યક્તિઓ ની કોલ ડીટેલ સમેત અનેક દિશાઓમાં પગેરૂં દબાવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી મૃતક નું શબ જ્યાંથી મળી આવ્યું હતું. તે વડાલા પાવડીયારા ની સીમ ખૂંદી નાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વિશેષમાં આરોપીઓએ નજીકમાં પુરાવાઓ નો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો તાગ લગાવી સીમમાં આવેલ કુવાઓ પણ ઉલેચવામાં આવ્યો હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો.ત્યારે પ્રતિદિન જૈન આધેડની હત્યાનું રહસ્ય ઘુંટાતું જતું હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...