પ્રચાર:નર્મદાના નીરમાં રોડા નાખનારને કારમી હારનો સ્વાદ ચખાડો

મુન્દ્રા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા અને નખત્રાણામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની સભા

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગુરૂવારે નખત્રાણા અને મુન્દ્રા ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. તેઓએ નર્મદા અને કોરોના કાળમાં ભજવેલી ભુમિક બદલ વિપક્ષોની ઝાટકણી કાઢી હતી.

મુન્દ્રામાં કેન્દ્રીય મંત્રીએ નર્મદાના નીર ગુજરાતના ખૂણે પહોંચાડવા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ઉપવાસ પર બેઠા હોવા પર પ્રકાશ પાડ્યો હતો. રૂપાલાએ નર્મદા લાઈનમાં રોડા નાખનાર કોંગ્રેસને કારમી હા નો સ્વાદ ચખાડી મુન્દ્રા માંડવી વિસ્તારના ઉમેદવાર અનિરુદ્ધ દવેને વિજયી બનાવવાની અપીલ કરી ભાજપના વિવિધ વિકાસકાર્યો નો ચિતાર આપ્યો હતો.

સભાના પ્રારંભે બહોળી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યા હતાં. તો નખત્રાણામાં રૂપાલાએ સ્થાનિક ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના વખાણ કરી તેને જીતાડવા અપીલ કરી હતી. કોરોનાકાળમાં ભારતે કરેલી કામગીરી અને ભારતની રસીના વખાણ કરવાની સાથે રસી અંગે ભ્રમ ફેલાવનારા વિપક્ષની ઝાટકણી કાઢી હતી. અહીં વિરોધ પક્ષો સરકારની યોજનાઓનો લાભ પણ લે છે અને નકારાત્મક પ્રચાર પણ કરી રહ્યા છે.
અવ્યવસ્થા ! ભાજપના સ્ટાર પ્રચારકના મંત્રાલયની પક્ષને જ જાણ નથી !
નખત્રાણામાં પરષોત્તમ રૂપાલાની સભા સ્થળ પર બેનરમાં તેમને કૃષિ મંત્રી બતાવાયા હતાં. તો સભાના પ્રચાર-પ્રસારમાં પણ રૂપાલને કૃષિ મંત્રી બતાવાયા હતાં ! ખરેખર તો તેઓ 2021 સુધી જ કૃષિ મંત્રી હતી. હાલ તો તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી છે. પરંતુ ખૂદ ભાજપના નેતાઓને રૂપાલાના મંત્રાલયની જાણકારી નથી !

અન્ય સમાચારો પણ છે...