લખપત તાલુકાના ગુનેરી ગામની સીમમાં પવનચક્કીમાંથી અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખરની વાડીમાંથી કોઇ અજાણ્યા શખ્સો 65હજારની કિંમતના વાયરની ચોરી કરી જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દયાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ગુનેરી ગામ નજીક પવનચક્કી નિર્માણ કરતી ઓપેરા કંપનીના લોકેશન નંબર 234માં પવાંચક્કીના દરવાજાનું લોક તોડીને ગત 10 એપ્રિલની રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો 60 હજારની કિંમતના 300 મીટરના ત્રણ ફીડલા વાયરની ઉઠાંતરી કરી ગયા હતા.
કંપનીના ચિરાગ રાજેશભાઈ પટેલે દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેને ધ્યાને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો, માંડવી તાલુકાના નાની ખાખર ગામે રહેતા મહાવીરસિંહ ટપુભા જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી કે, બનાવ બુધવારની રાત્રી એ 8 વાગ્યાથી આજ સવાર સુધીના સમયગાળામાં તેમની મુન્દ્રા તાલુકાના મોટી ખાખર સ્થિત સર્વે ન 284 વાડી વાડીમાં બન્યો હતો.
જેમાં કોઈ ઈસમ પાણીના બોર પર લગાવેલ રૂપિયા 5,250ની કિંમતના 35 મીટર કેબલ વાયરની ચોરી કરી ગયો હતો. બનાવને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.