આયોજન:મુન્દ્રાના જેરામસર તળાવનું 4.80 કરોડના ખર્ચે સુશોભન થશે

મુન્દ્રા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનોરંજન ક્ષેત્રે વર્ષોથી સર્જાયેલા શૂન્યવકાશ બાદ

મુન્દ્રા નો અકલ્પનિય ઔદ્યોગિક વિકાસ થયા બાદ નગર ગ્રામપંચાયતમાંથી નગરપાલિકામાં તબદીલ થયાની સફર સુધી આજ પર્યંત સ્થાનિકે મનોરંજન ક્ષેત્રે શુન્યાવકાશ સર્જાયેલો છે ત્યારે ઐતહાસિક એવા જેરામસર તળાવને 4.80 કરોડના ખર્ચે સુશોભિત કરાશે જેથી લોકોને હરવા ફરવા માટેનો વિકલ્પ મળી રહેશે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત શહેરી વિકાસ મિશન અંતર્ગત અમૃત યોજના તળે નગરના એક માત્ર તળાવ ને અપડેટ કરવા માટે 4.80 કરોડની ગ્રાંટ ફાળવાઈ છે.જેનું 40 ટકા ચુકવણું કેન્દ્ર સરકાર 40 ટકા રાજ્યસરકાર કરશે.

જયારે 20 ટકા ભાગીદારી મુન્દ્રા નગરપાલિકા ની રહેશે.ઉપરોક્ત મુદ્દે માહિતગાર કરતાં પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે પ્રથમ વિકાસ માટેના પ્લાન એસ્ટીમેટ તૈયાર કર્યા બાદ તળાવને સુશોભિત કરવા પર ભાર મૂકતાં વર્ષોથી પાણી સંગ્રહની ક્ષમતા ન્યુનતમ હોવાથી તેનું ખાણેત્રુ કરી તળાવને ફરતે વૃક્ષોના આરોપણ સાથે હરિયાળું સ્વરૂપ આપી વિશાળ વોકિંગ ટ્રેક ને આકાર આપવા પર પ્રકાશ પાડ્યો હતો.

તેમજ હયાત પુરાતન દિવાલોનું રિનોવેશન કરી ચોમેર લાઈટીંગ થી સુસજ્જ કરી રમણીય નજારો ઉભો કરવાનું જણાવ્યું હતું.જેથી તે લોકો માટે ફુરસત ની પળોમાં ફરવા નું ઠેકાણું બની રહે.આમ ટૂંકમાં એક વર્ષના સમયગાળામાં નગરજનો માટે ખૂટતી કડીની પૂર્તિ થશે.

પારસનગરમાં સાર્વજનિક ઉદ્યાન બનાવવા માટે 30 લાખની ફાળવણી
વિશેષમાં મુન્દ્રાના નગરજનો માટે રોકડીયા હનુમાનજીના મંદિરની નજીક આવેલા જુના બગીચાને અપડેટ કરાયા બાદ હવે બારોઇ રોડના રહીશો માટે પારસ નગર સ્થિત સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સાર્વજનિક પ્લોટ ખાતે અમૃત -2 યોજના હેઠળ ઉદ્યાન આકાર લેશે .જેમાં ત્રીસ લાખના ખર્ચે રમત ગમતના સાધનો ઉપરાંત બેસવા બાંકડાની સવલતો ઉભી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...