મુન્દ્રા તાલુકાના ટૂંડા ગામે પરણીતાએ અગમ્ય કારણોસર અગન પછેડી ઓઢી મોતને વ્હાલું કરતાં તેના પરિવારજનોમાં માતમ છવાયો હતો. પોલીસ દફ્તરે થી બનાવ જાહેર કરનાર હતભાગી મૃતક ના ભાઈ સૈયદ અમીનશા યાસીનશા (રહે દહીંસરા તા ભુજ)ને ટાંકી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ 7/6 ની સાંજે 6.30 ના અરસામાં ટૂંડા મુકામે મૃતક ના ઘરે બન્યો હતો. જેમાં સુમરાબીબી હકીમશા જુશબશા (ઉ.વ.38 રહે ટૂંડા)નામની પરણિતાએ અગમ્ય કારણોસર કેરોસીન છાંટી પોતાની જાત જલાવી દેતાં તેને તાત્કાલિક અસર થી મુન્દ્રા સીએચસીમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.
જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.તેના ભાઈ એ આપેલી કેફિયત મુજબ સુમરાબીબી માનસિક અસ્થિર હોવા ઉપરાંત સતત બીમાર રહેતા હોઈ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ દર્શાવ્યું હતું.બનાવને પગલે મુન્દ્રા પોલીસે અકસ્માત નો ગુનો દર્જ કરી પી એસ આઈ જે પી જાડેજા એ બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.