ખનીજ માફિયાઓ બેફામ:મુન્દ્રા પંથકમાં હવે રેતી ચોરીનો રેલો ટૂંડા સ્થિત નદી સુધી પહોંચ્યો

મુન્દ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજિલન્સ ના આગમન પૂરતી સ્થગિત કરાયેલી ગતિવિધી ફરી પુરજોશમાં

મુન્દ્રા પંથકમાં છેવાડા ના ગામ સુધી સ્પર્શતી ભૂખી નદી ને ખનીજ માફિયાઓએ તમામ ઠેકાણે થી ખોતરી લીધા બાદ તાજેતરમાં વિજિલન્સની રેડ ને કારણે ચોમેર અમુક દિવસો માટે સ્થગિત થયેલી રેતી ચોરીની ગતિવિધી ગાંધીનગર સ્થિત એજન્સી ની વિદાય બાદ ફરી પુરજોશમાં ખીલી હોવાનું જણાઈ આવ્યા સાથે હવે ખનીજ માફિયાઓએ તાલુકાના છેવાડાના ગામ ટૂંડા ને ટાર્ગેટ કર્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે.

સ્થાનિકેથી ભીમ સેનાના પ્રમુખ મયુર મહેશ્વરી એ ટૂંડા ની નદીના પટમાંથી બેફામ બની ગેરકાયદેસર ઉત્ખન્ન પ્રવૃત્તિ અંગે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે હાલ ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલ ની ઘોંસ વધતા થોડા દિવસો પૂરતા ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા રેતી ચોરોએ ફરી માથું ઉચક્યું છે.અને ખનીજ માફિયાઓ હવે દિવસને બદલે રાત્રે નદીમાં ડમ્પરો જોતરી કોઈ પણ સંબધિત ખાતાની સમંતિ વિના રેતી ઉલેચી રહ્યા છે.

વિશેષમાં નદીની ચારે બાજુએ સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં પ્રશાસન દ્વારા કોઈ ચકાસણી કરાતી ન હોવાથી ગેરપ્રવૃત્તિ કરતા તત્વો ને મોકળું મેદાન મળ્યું હોવાની લાગણી દર્શાવતાં તાત્કાલિક તપાસ આદરી રેતી ચોરી અટકાવાની માંગ કરી છે.અત્રે નોંધનીય છે કે મુન્દ્રા માં ઔદ્યોગિકરણના પગલે અધધ કહી શકાય તેટલી રેતી ની ચોરી થઇ ચુકી છે.

જયારે છેવાડા ના ટૂંડા પંથકમાં આગામી દિવસોમાં મોટા પ્રોજેક્ટ પગરણ કરી રહ્યા છે ત્યારે રેતી ની જબ્બર માંગ ઉભી થઇ છે.જેની પહોંચી વળવા ગેરકાયદેસર ઉત્ખન્ન ની પ્રવૃત્તિ માઝા મૂકે તે પહેલાં ખાણ ખનીજ ખાતા અને પોલીસ નું એલર્ટ મોડ પર આવવું આવશ્યક બન્યું હોવાનો મત ચોમેર પ્રવર્તી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...