છ માસમાં અર્ધપૂર્ણ:મુન્દ્રામાં કાચબા ગતિએ ચાલતું ગૌરવપથનું કામ લોકો માટે બન્યું માથાના દુખાવારૂપ

મુન્દ્રા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે ટ્રાફિક ને પોર્ટ તરફ દોરી જતો શાસ્ત્રી મેદાન પાસેનો રસ્તો છ માસમાં અર્ધપૂર્ણ થયો

મુન્દ્રા ને પાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસકાર્ય રૂપે નગરમાં બે ફેસમાં નિર્માણ પામવા જઈ રહેલ ગૌરવપથ પ્રથમ તબક્કામાંજ કાચબા ગતિ ને કારણે લોકો માટે માથાના દુખાવારૂપ બન્યો છે. છ માસ અગાઉ 1.80 કરોડના ખર્ચે નિર્માણધીન પોર્ટ કોલોની થી બસ સ્ટેન્ડ સુધી ગૌરવપથના પ્રથમ ફેસ નું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી 40 ટકા પૂર્ણ નથી થયું જેના કારણે લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.તેમાં પાછું પોર્ટ તરફ જતા ફોર વ્હીલર તેમજ બસ જેવા ભારે વાહનો રોડ બંન્ને બાજુએથી ખોદી નંખાયો હોવાથી નજીક થી પસાર થતી વેળાએ યમદૂત સમાન ભાસતા હોવાનું રાહદારીઓ અનુભવી રહ્યા છે.

વળી અહીંજ કન્યા વિદ્યાલય,આર ડી હાઈસ્કૂલ તેમજ પીટીસી કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાનો આવેલા હોઈ સવારના ભાગમાં વિદ્યાર્થીઓની ભારે અવરજવર રહેતી હોવાથી તેમના પર સતત અકસ્માત નો ભય તોળાતો હોવાની રાવ ઉઠી છે.ત્યારે તાત્કાલિક ધોરણે નિર્માણ પ્રક્રિયા વેગવંત બનાવી કામ પૂર્ણ કરાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.ઉપરોક્ત મુદ્દે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે થોડા દિવસથી શ્રમિકો રજા પર ગયા હોવાથી કામ બંધ થયું હોવા પર ભાર મૂકી હવે તે પરત આવી ગયા હોવાથી નિર્માણ વેગ પકડવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...