ફરિયાદ:મુન્દ્રામાં નળમાંથી ટપકતા અત્યંત ખારા પાણીથી ગૃહિણીઓ ખફા

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નલ સે જલ યોજના નગરજનો ને નસીબ થાય તે પહેલા
  • નવા વિકસેલા વિસ્તારો કરતાં કોટ અંદરના રહીશો વધુ પ્રભાવિત હોવાની રાડ

મુન્દ્રા બારોઇ ને નગરપાલિકા નો દરજ્જો મળ્યા બાદ મોટા ભાગે બોર થી આધારિત પાણીનો ઉપયોગ કરતી વિકસિત વિસ્તાર બારોઇ રોડ સ્થિત સોસાયટીઓમાં નલ સે જલ યોજના કાર્યરત કરવાનો જોર શોર થી પ્રચાર કરાય છે.પરંતુ હાલ જુના મુન્દ્રા તરીકે ઓળખાતા કોટ અંદરના અનેક વિસ્તારોમાં સુધરાઈ સંચાલિત નળો માંથી અત્યંત ખારાશ પડતું પ્રદુષિત પાણી ટપકતું હોવાથી ગૃહિણીઓ ખફા હોવાની ફરિયાદ કાને અથડાઈ છે.

છેલ્લા બે દસકા થી વિકાસ બાદ પણ ક્ષારયુક્ત પાણીનો ભાર વેંઢારતા ગિરિનારાયણ શેરી થી ભાટિયા ચોક,ખારવા શેરી,જેસર ચોક,ગુંદી ફળિયું સમેતના કતારબંધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખારા પાણીનું વિતરણ કરાતું હોવાની ફરિયાદ બાદ હાલ નગરમાં કાર્યરત પીજીવીસીએલ કચેરી પાસેના તથા જુના બંદર રોડ પાસે આવેલા ઉદ્યાન નજીકના બોરમાંથી પાણી નું વિતરણ કરવામાં આવતું હોવાની બાબત સામે આવી છે.ઉદ્યાન વાળું બોર જુના બંદર ની નજીક હોવાથી તેમાં ક્ષારયુક્ત ખારું પાણી નીકળતું હોવાનું સૂત્રો જણાવતા હાલ તેમાંથી સૂચિત અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી વહેતું કરાઈ રહ્યાની લાગણી દર્શાવી રહ્યા છે.જેથી ગૃહિણીઓને પીવા માટે વપરાશમાં લેવાતું નીર ઝેર સમાન સાબિત થઇ રહ્યા નું ચિત્ર ઉપસ્યું છે.

ત્યારે ભોગગ્રસ્ત લોકો એક તરફ ગોડ અને એક તરફ ખોડ નો અભિગમ ત્યજી દરેક વિસ્તારોમાં સમાન ધોરણે મીઠા પાણીનું વિતરણ કરાય તેવું ઈચ્છી રહ્યા છે.ઉપરોક્ત મુદ્દે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર નો સંપર્ક સાધતા તેમણે સમસ્યા ટૂંકા ગાળાની હોવા પર પ્રકાશ પાડી નવી પાણી યોજના મંજુર થઇ ગઈ છે તેનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે અને વેગથી પૂર્ણ થયા બાદ સૂચિત પ્રશ્ન નું નિરાકરણ આવવાની ખાત્રી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...