વીજ શોકથી મોત:ભુજમાં દિવાલમાંથી પસાર થતા વીજ કરંટે આધેડનો ભોગ લીધો

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમાઘોઘાની વાડીમાં શ્રમજીવીનું વીજ શોકથી મોત

ભુજમાં આધેડનું અને મુન્દ્રા તાલુકાના સમાઘોઘા વાડી વિસ્તારમાં પરપ્રાંતિય યુવાનનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. ભુજના દિનદયાળ નગરમાં રહેતા મીઠ્ઠુ નૂરમામદ સોઢા (ઉ.વ.50) પોતાના ઘરે સવારે કપડા બદલતી વખતે દિવાલને અડકી જતાં દિવાલમાંથી પસાર થતાં વીજ કરંટને કારણે શોક લાગતાં તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં હાજર પરના તબીબે સારવાર દરમિયાન મૃત જાહેર કરતાં આગળની તપાસ પીએસઆઇ એમ.આર.મહેશ્વરીએ હાથ ધરી છે.

તો, બીજી તરફ મુન્દ્રા પોલીસ દફતરે બનાવ જાહેર કરનાર હતભાગી અનીશ સુરેશભાઇ રાઠવાના પિતા સુરેશભાઈ નાનશી રાઠવા (રહે મૂળ બોડેલી)એ પોલીસને જણાવ્યું હતું કે, બુધવારે સાંજે સમાઘોઘા સ્થિત હિતેન્દ્રસિંહ પ્રેમસંગ જાડેજાની વાડીમાં મજૂરી કામ કરતા તેમના પુત્ર અનીશ (ઉ.વ.40) વાડીમાં લાગેલી પાણીની મોટર ચાલુ કરવા જતા સમયે વીજશોક લાગતા તાત્કાલિક મુન્દ્રા સીએચસીમાં ખસેડાતાં સારવાર કારગત થાય તે પહેલાં મોત નીપજ્યું હતું.

ઝુરામાં પાણીના અવાડામાં પડી જતાં આધેડનો જીવ ગયો
ભુજ | ભુજ તાલુકાના ઝુરા ગામે પાણીના અવાડામાં આકસ્મિક પડી જતાં આધેડનું મોત નીપજ્યું હતું. ગુરૂવારે સાંજે ઝુરામાં ઉમરશી રામાભાઇ મહેશ્વરી (ઉ.વ.40) ગામમાં આવેલા સતીમાતાના મંદિર પાસેના અવાડા પાસે ઉભો હતો. ત્યારે અકસ્માતે પગ સ્લીપ થઇ જવાને કારણે અવાડામાં પડી ગયો હતો. જેને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં 6 વાગ્યે હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...