નવજીવન આપવા પ્રયાસ:મુન્દ્રા તાલુકામાં જન્મજાત હૃદયરોગ ધરાવતા પાંચ બાળકો અમદાવાદમાં સારવાર હેઠળ

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા આરોગ્ય કાર્યક્રમ કિશોર કિશોરીઓ માટે લાઈ લાઈન સમાન
  • ડોર ટુ ડોર સર્વે દરમ્યાન હૃદયમાં કાણું હોવાનું નિદાન બહાર આવ્યું હતું

મુન્દ્રા તાલુકા માં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય અંતર્ગત આરોગ્ય ખાતાની ટીમ હૃદય રોગ ધરાવતા કિશોર અને કિશોરી મળી પાંચ ઝીંદગીઓ ને નવજીવન આપવા ના સનિષ્ઠ પ્રયાસ કરી તેમના માટે લાઈફ લાઈન સમાન સાબિત થઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર ની બાલ સ્વાસ્થ્ય યોજના અંતર્ગત તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં ડોર ટુ ડોર સર્વે કરી રહેલી સ્થાનિક આરોગ્ય ખાતાની ટીમ ને ગ્રામ્ય વિસ્તાર એવા લાખાપર,ભદ્રેશ્વર,બરાયા અને વોવાર માં થી જન્મજાત હૃદયરોગ ની બીમારી ના લક્ષણો ધરાવતી ત્રણ કિશોરીઓ અને બે કિશોર સહિત પાંચ બાળકો મળી આવતાં તાત્કાલિક ધોરણે તેમનું નિદાન હાથ ધરાયુ હતું.

જેના ભાગ રૂપે પ્રથમ ભુજ ની જીકે જનરલ હોસ્પિટલ માં 2ડી ઇકો રિપોર્ટ કરાયો હતો.જ્યાં તેમને હૃદયમાં કાણું હોવાની ચોંકાવનારી બાબત સામે આવતા તેમને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે અમદાવાદ સ્થિત હાર્ટ ની પ્રખ્યાત હોસ્પિટલ યુ એન મહેતા માં ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર ને માહિતગાર કરતાં હેલ્થ ઓફિસર ડો સંજય યોગી એ પાંચ દર્દીઓ પૈકી બે કિશોર અને બે કિશોરી પર સફળતા પૂર્વક શસ્ત્રક્રિયા થઇ ગઈ હોવા સાથે હવે તે મૉટે ભાગે આજીવન હૃદય લક્ષી બીમારી થી મુક્ત હોવાનો આનંદ વ્યક્ત કરી અન્ય એક કિશોરી ને પંદર દિવસ પછી ઓપરેશન ની તારીખ મળી હોવા પર ભાર મૂકતાં સફળતા પૂર્વક દર્દી ને બીમારી માંથી ઉગારી લેતી યુ એન મહેતા હોસ્પિટલ કિશોરી ને દર્દ મુક્ત કરવામાં ચોક્કસ સફળ થવાની આશા વ્યક્ત કરી હતી.ઉપરોક્ત કામગીરી માં તેમને ડો કાવેરી મહેતા ઉપરાંત ચુનરી મોલ અને મારુતિ માર્ટના સંચાલક હસમુખ ગાલા અને દિપક કોટક સહયોગી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

હૃદય રોગના દર્દીઓની યાદી

  • ગઢવી કરણ લક્ષ્મણ ઉ.વ.13 વોવાર
  • કિરણબા સંજયસિંહ ગોહિલ ઉ.વ.11 -ભદ્રેશ્વર
  • મુસ્કાન સિધીકજુસબ હુધરા ઉ.વ.11-ભદ્રેશ્વર
  • રાજવીરસિંહ રાહુલસિંહ જાડેજા ઉ.વ.8-લાખાપર
  • જાડેજા હિરલબા બાલુભા ઉ.વ.13 બરાયા
અન્ય સમાચારો પણ છે...