સમસ્યા:બગડામાં રસ્તો અવરોધીને વીજપોલ ઉભો કરી દેવાતાં કિસાનો રોષે ભરાયા

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીના વહેણ તેમજ ગૌચરને પણ નિશાન બનાવાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા

મુન્દ્રા તાલુકામાં ચોમેર પવનચક્કી ઉપરાંત વીજળી પેદા કરવા માટે કરાઈ રહેલી વીજપોલ આરોપણ ની કામગીરી નો વ્યાપક વિરોધ થઇ રહ્યો છે ત્યારે તાલુકાના છેવાડા ના ગામ બગડા મધ્યે ખાનગી જમીનો ની આડે વીજપોલ ખડકી ખેતરમાં જવાનો રસ્તો અવરોધવામાં આવતાં કિસાનોમાં રોષ ફાટી નીકળ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ હાલ બગડા,ફાચરિયા,લફરા તથા વવાર વિસ્તારમાં થોકબંધ પવનચક્કીઓ કાર્યરત છે ત્યારે વીજ ઉત્પાદન કરતી રીન્યુ પાવર કંપની દ્વારા બગડા ના ખાનગી રેવન્યુ સર્વે નંબર 439 આડે કતારબંધ 11 વીજપોલ ખડા કરી દેવામાં આવતાં તેની અસરમાં આવતા કિસાનોમાં રોષ ફેલાયો છે.

11 કેવી ની વીજલાઇન થકી નુકસાનકર્તા અન્ય પરિબળોને પડખે રાખીયે તો ખેડૂતોને પોતાની માલિકીની જમીનમાં જવા માટે રસ્તો સુદ્ધા મુકવામાં આવ્યો ન હોવાની ફરિયાદો ઉઠી છે.ઉપરોક્ત મુદ્દે એટિવિટીના સદસ્ય તથા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ રાણીબેન આહિર ના પતિ ચેતન આહિરે જો કંપની સત્તાધીશો ને ગણકારતી નથી તો સામાન્ય માણસોની શું ગત થતી હશે ? ની લાગણી સાથે અનેક જગ્યાએ ખેડૂતોને ધાકધમકી કે અન્ય દબાણ લાવી જમીનો પડાવી લેવાઈ હોવાની ફરિયાદ સાથે ઉપરોક્ત મુદ્દે દિવાની દાવા ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ સુદ્ધાં કરાઈ હોવાનું જણાવી છતાં છેલ્લા છ માસથી તંત્ર કોઈ પગલાં લેતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઉપરાંત આગામી સંકલનની બેઠકમાં સૂચિત મુદ્દે પ્રબળ વિરોધ દર્શાવાની તૈયારી દર્શાવી હતી.અત્રે નોંધનીય છે કે સૂચિત મુદ્દે મુન્દ્રા તાલુકાના અંતિમ ગામ વવાર મધ્યે પણ વિરોધ નો વંટોળ ફૂંકાયો હોવા સાથે આગામી દિવસોમાં આંદોલનકારી પગલાં ભરાયા તેવું સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...