મુન્દ્રા તાલુકાના પ્રતાપપર મુકામેથી અજાણ્યા તસ્કરો 2.36 લાખની વીજસામગ્રી ચોરી જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસ દફતરેથી બાબુસિંહ પર્વતસિંહ પટેલ (ઉ.વ.44 રહે બલરામ હોટલ -મોટી ભુજપુર મૂળ પંચમહાલ)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ 3/8 ની રાત્રીના આઠ વાગ્યા થી 4/8 ની વહેલી સવાર દરમ્યાન ના વચગાળામાં બન્યો હતો.જેમાં પ્રતાપપર 66 કેવી સબસ્ટેશન ની બાજુમાં 66 કેવી વીજલાઇન ટાવરની બાજુના ખેતરમાં રાખેલા 2.36 લાખ રૂ કિંમતના લોખંડની ધાતુના વિવિધ પૂર્જાઓ કોઈ અજાણ્યા ઈસમો ઉઠાવી ગયા હતા.
બનાવને પગલે ગેટકો કંપનીના અધિકારીના કહેવાથી નજીકની હોટલ પર રહેતા આધેડે ફરિયાદ નોંધાવી હતી.બનાવને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી તપાસકર્તા મુન્દ્રા પી આઈ હાર્દિક ત્રિવેદીએ આરોપીઓને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છમાં કેબલચોરીના વધતા બનાવો વચ્ચે પ્રતાપપરમાં તસ્કરો વીજસામગ્રીની ઉઠાંતરી કરી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.