દુર્ઘટના:ધ્રબમાં ટ્રેઇલરની અડફેટે ચાલકનો નાનો ભાઈ ચગદાયો

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઇજાગ્રસ્તે સારવાર મળેે તે પહેલા દમ તોડ્યો
  • ટ્રેઇલર રિવર્સમાં લેતી વેળાએ બની દુર્ઘટના

મુન્દ્રાના ઔદ્યોગિક હબ સમા ધ્રબ મધ્યે ટ્રેઇલર ચાલકે પોતાના નાના ભાઈને હડફેટે લઇ ચગદી નાખી તેનું મોત નિપજાવતાં ગમગીની ભર્યો માહોલ છવાયો હતો. પોલીસ દફતરેથી હતભાગી મૃતકના સાલ લીલારામ ભેદારામ ભીલ (ઉ.વ.25 રહે બાડમેર રાજસ્થાન)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ ધ્રબમાં મુન્દ્રા વેબ્રિજની બાજુમાં આવેલા રવેચી ટાયર નજીક ગુરૂવારે સવારે સાડા અગ્યાર વાગ્યાના અરસામાં બન્યો હતો.

જેમાં ટ્રેઇલરના ચાલક ગુલાબ મોહનલાલ ભીલ (રહે નવાલતા -બાડમેર રાજસ્થાન)એ ગફલતભરી રીતે ટ્રેલર હંકારી રીવર્સમાં લેતી વેળાએ તેના નાના ભાઈ પ્રકાશકુમાર મોહનલાલ ભીલ (રહે બાડમેર રાજસ્થાન)ને ચગદી નાખતા તેને મોઢા અને બંન્ને હાથના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઘટનાને પગલે તેને તાત્કાલિક મુન્દ્રા સીએચસીમાં સારવાર અર્થે ખસેડાતાં તેને ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો. બનાવને પગલે મુન્દ્રા પોલીસે અકસ્માતનો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...