મુન્દ્રા તાલુકામાં ચોમેર ઔદ્યોગિકરણ ના પગલે ભૂજળ ઉલેચવાની પ્રવૃત્તિએ માઝા મૂકતાં પાણી ની સમસ્યા ઘાતક થયા પૂર્વે સાવચેતીના પગલાં લેવાની માંગ ઉઠી છે.\
મુન્દ્રા પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પથરાયેલા ઉદ્યોગો રાત દિવસ વિશાળ જથ્થા માં પાણીનું ઉલેચન કરતા હોવાના આક્ષેપ સાથે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા હાજી સલીમ જતે અખબારી યાદીના માધ્યમથી પાણી નું તળ અત્યંત ઉંડું ગયા ઉપરાંત ટીડીએસ માં નોંધપાત્ર વધારો થયો હોવા બાબત પર પ્રકાશ પાડ્યો છે.અને તેનો સીધો દુષ્પ્રભાવ જનતા ના આરોગ્ય પર પડતો હોવાની લાગણી દર્શાવી દુઃખદ વાસ્તવિકતા ઘાતક બને તે પૂર્વે અંકશીત કરવાની આવશ્યકતા દર્શાવી છે.
ઉપરાંત હાલ તાલુકાના વિવિધ વિસ્તારો માં આવેલા ઉદ્યોગો ને સરકાર દ્વારા પાણીના ભાવે જમીનો ફાળવી ટેક્સરૂપી રાહત આપી છે ત્યારે તાલુકામાં પીવાના પાણીની જવાબદારીમાં ઉદ્યોગો ને સામેલ કરી જે તે વિસ્તારના ઉદ્યોગો ને સીએસઆર ની રકમ પીવાના પાણીમાં વાપરવાની ફરજ પાડવામાં આવે તેનો ઉલ્લેખ કરી પ્રજાને આર ઓ પ્લાન્ટ દ્વારા ફિલ્ટર કરાયેલ પાણી મળે અને ટીડીએસ યુક્ત નીર માંથી મુક્તિ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.