વિવાદ:બારોઇમાં માતાજીના મંદિર મુદ્દે બબાલ; યુવાન પર 15 જણનું ટોળું ત્રાટક્યું

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિર હટાવી લઇ તેની નજીક ન ફરકવા અંગે બોલાવાયેલી સમાધાનની બેઠક ગરમાગરમીથી ઝઘડામાં ફેરવાઈ

મુન્દ્રાના પરા સમાન બારોઇ મુકામે માતાજીના મંદિર મુદ્દે એકજ કોમ વચ્ચે બબાલ થતાં યુવાન પર 15 જણ નું ટોળું તૂટી પડ્યું હતું.અને ધારિયા વડે ડાબા પગમાં ઇજજાઓ પહોંચાડી ધકબુશટનો માર મારતાં ગત મોડી રાત્રે સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. મુન્દ્રા પોલીસ સ્ટેશન મધ્યેથી બકાલા નો વેપાર કરતા ભોગગ્રસ્ત નવિન બાબુભાઇ સથવારા (ઉ.વ.37 રહે ગાયત્રી નગર-બારોઇ)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ ઉપરોક્ત બનાવ 4/1 ની સવારે નવ વાગ્યાના અરસામાં બારોઇ બસસ્ટેન્ડ નજીક બન્યો હતો.

જેમાં બારોઇ વાડી વિસ્તારમાં આવેલ માતાજીનું મંદિર હટાવી લઇ તેની નજીક ન ફરકવા અંગે થયેલ બોલચાલ મુદ્દે સમાધાન માટે બોલાવી હરેશ રમેશ સથવારા,મગન વેલજી સથવારા,રણછોડ ઓખા સથવારાએ નવિન ને ગાળો ભાંડી ડાબા પગમાં ધારિયું મારી ઇજજા પહોંચાડી હતી.

જયારે મદદમાં જોડાયેલ સાગરીતો રમેશ વેલજી સથવારા,હિરજી રમેશ સથવારા,પ્રવીણ રમેશ સથવારા,રાજુ મગન સથવારા,ચંદુ ડાયા સથવારા,લક્ષ્મણ બુધ્ધા સથવારા,રમેશ લક્ષ્મણ સથવારા,રમેશ માવજી સથવારા,પ્રેમજી માવજી સથવારા,કાકુ માવજી સથવારા,દિનેશ રણછોડ સથવારા અને અમિત ચંદુ સથવારાએ એક સંપ કરી લાકડીઓ ફટકારી ધક બુશટનો માર માર્યો હતો.બનાવને પગલે સ્થાનિક પોલીસે પંદર આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ સમેત આઈપીસીની વિવિધ સાત ધારાઓ તળે ગુનો દર્જ કરી ઘટના સંબધિત તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...