ધરપકડ:મુન્દ્રાના લૂણીમાં 2.25 લાખની અંગ્રેજી દારૂની 600 બોટલ સાથે બુટલેગર ઝડપાયો

મુન્દ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ મોબાઈલ સમેત 2.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, સપ્લાયર્સનું નામ ખુલ્યું

મુન્દ્રા તાલુકાના લૂણી મુકામે મધરાત્રે જિલ્લાની ગુનાશોધક શાખાએ ત્રાટકી 2,24,520 રૂના દારૂની વિદેશી બ્રાન્ડ ની દેશી બનાવટની 600 બોટલ સાથે બુટલેગરને દબોચી લીધો હતો.અને તેની પાસેથી 5000ના મોબાઈલ સમેત 2,29,520 નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરતાં દારૂ સપ્લાય કરનાર આરોપીનું નામ પણ ખુલતાં બંન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે એલસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે લૂણી વાડી વિસ્તારમાં ત્રાટકી બંધ ઓરડીમાં છુપાવી રાખેલી દેશી બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 600 બોટલ કિંમત રૂ 2,24,520 સાથે બુટલેગર મેઘરાજ કરસન ગઢવી (ઉ.વ.50 રહે લૂણી વાડી વિસ્તાર-મુન્દ્રા)ને ઝડપી લીધો હતો.

અને તેની પાસેથી 5 હજારના મોબાઈલ સમેત 2,29,520 નો મુદામાલ કબ્જે કર્યા બાદ પ્રયુક્તિ પૂર્વક પૂછતાછ હાથ ધરી હતી.તે દરમ્યાન તેને દારૂનો જથ્થો કુમારસિંહ પ્રતાપસિંહ જાડેજા(રહે-ગુંદાલા)એ સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતાં બંન્ને વિરુદ્ધ પ્રોહિબિશન ની ધારા તળે ગુનો દર્જ કરી ફરાર કુમારસિંહ ને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

બીજા દરોડામાં સ્થાનિક પોલીસે સમાઘોઘામાં દારૂની 18 બોટલો સાથે શખ્સની કરી ધરપકડ
મુન્દ્ર તાલુકાના સમાઘોઘા સ્થિત પંકજ કોલોની ખાતેની ઓરડીમાં પોલીસે છાપો મારી સુરેન્દ્ર રાજુ સાહુ (ઉ.વ.29 રહે હાલે સમાઘોઘા મૂળ એમપી)ના કબ્જામાંથી રૂપિયા 6,300ની કિંમતની દારૂની 18 નંગ અને 5 હજાર મોબાઈલ મળી રૂપિયા 11,300 નો મુદામાલ કબ્જે કર્યો હતો.તેની પૂછતાછ દરમ્યાન દારૂ માંડવી તાલુકાના નાની ખાખરના હરપાલસિંહ બટુકસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાનું પોલીસ સમ કબુલ્યું હતું. પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...