અકસ્માત:મુન્દ્રાના હિન્દ ટર્મિનલ પાસે ટ્રેઇલરની હડફેટે અબડાસાના બાઈક સવારનું મોત

મુન્દ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રામાં હિન્દ ટર્મિનલ નજીક બાઈક પર સવાર થઈ ફરજ પર જઈ રહેલા યુવાનને ટ્રેઇલરે હડફેટે લેતાં તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મુન્દ્રા પોલીસ મથકેથી હતભાગી મૃતકના મોટા ભાઈ શિવુભા માનસંગજી મોડ(ઉ.વ.52 રહે હાલે જલારામ સોસાયટી-મુન્દ્રા મૂળ લઠેડી-અબડાસા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ આજે સવારે નવ વાગ્યાના અરસામાં હિન્દ ટર્મિનલ નજીક બન્યો હતો.જેમાં જીજે-12 ડીપી 8987 નંબરની મોટર સાયકલ પર સવાર થઇ નોકરીએ જઈ રહેલા રણમણજી માનસંગજી મોડ (ઉ.વ.48 રહે મૂળ લઠેડી-અબડાસા)ને બેદરકારી પૂર્વક જીજે-12 એયુ 9730 નંબરના ટ્રેલર ચાલકે હડફેટે લેતાં તેમને માથા તથા કાનના ભાગે ગંભીર ઇજજાઓ પહોંચી હતી.

ઘટનાને પગલે ભોગગ્રતને તાત્કાલિક ધોરણે 108 ની મદદથી સારવાર અર્થે સ્થાનિક સીએચસીમાં ખસેડાયા હતા.પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ટ્રેઇલર ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.

નલિયાના 45 વર્ષીય આધેડે ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું
નલિયાના 45 વર્ષીય આધેડ હરિરામ વેરશી ચંદેએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.હતભાગીએ ગણેશ મંદિર પાસે સુખપર ગુડથડ જંગલ વિસ્તારમાં નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.બનાવને પગલે નલિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ
હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...