એલસીબીએ મુન્દ્રાના લુણી-ગોયરસમા વચ્ચેથી કોપર વાયર અને ગુંદાલા સ્થિત કંપનીમાંથી શીશાની લેડઇન્ગટ ચોરી કરનારા ચાર આરોપીને ગુંદાલા ખાતેથી આબાદ દબોચી લીધી હતી.જયારે ચોરીને અંજામ આપનાર ટુકડીમાંથી અન્ય બે આરોપી પોલીસ પકડ થી દૂર રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ચોરીના બનાવ બાદ એલર્ટ મોડ પર આવેલી એલસીબીના વાલાભાઇ ગોયેલ તથા પ્રદ્યુમનસિંહ ગોહિલને ગુપ્ત બાતમી મળી હતી કે વીસ દિવસ પહેલાં લુણી થી ગોયેરસમા વચ્ચેની રેલવે લાઈન ચેનલમાં ઇલેક્ટ્રીક થાંભલામાં લગાડેલ કોપરના વાયર તેમજ સળિયા તથા પાંચ માસ અગાઉ ગુંદાલા સીમમાં આવેલ ગ્રેવિટા ઇન્ડિયા કંપનીમાંથી શીશા ની લેડઇન્ગટ ચોરી કરનાર ઈસમો ગુંદાલા ખાતે ભંગારના વાડામાં બેઠા છે. જેની ખરાઈ કરી એલસીબીની ટીમ તાત્કાલિક સૂચિત સ્થળ પર ત્રાટકી હતી.
ત્યાંથી અરવિંદસિંહ સુલતાનજી જાડેજા,ટીનુભા ઉર્ફે રામદેવ હેમુભા જાડેજા તથા મયુરસિંહ હેમુભા જાડેજા(રહે ત્રણે વિરાણીયા તા મુન્દ્રા)તથા તેમની પાસેથી ચોરીનો માલ ખરીદનાર ઇબ્રાહીમ જુસબ કુંભાર(રહે ઇમામ ચોક-ગાંધીધામ)સહિત ચારને દબોચી લીધી હતી.
જયારે તેમની પૂછપરછમાં સહ આરોપી તરીકે દસરથસિંહ સુલ્તાનજી જાડેજા અને જીતુભા સુલ્તાનજી જાડેજા(રહે બંન્ને વિરાણીયા)ના નામ ખુલ્યા હતા તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી આરોપીના કબ્જામાંથી 1,72,500 ના કોપર વાયર તેમજ સળિયા અને ચોરીમાં વપરાયેલ જીજે-12બી ડબ્લ્યુ 4129 નંબરની 2.5 લાખની બોલેરો સમેત 4,22,500 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.