જાગૃત ગ્રામજનો ની લાંબી લડત અંતે રંગ લાવી:રામાણિયાની ખનીજ ચોરી સંદર્ભે ખાણ ખનીજ વિભાગ દ્વારા FIRમાં સુધારો

મુન્દ્રા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તે વખતે ફરિયાદમાં દર્શાવેલી 6 લાખ રકમ વધારીને 18.38 લાખ કરાઈ

મુન્દ્રા તાલુકાના રામાણીયા મુકામે ગૌચર જમીન માંથી થયેલ કિંમતી ખનીજ ની ચોરી મુદ્દે એક તબક્કે ખાણખનીજ ખાતાએ સ્થાનિક પોલીસ મથકે ફોજદારી ફરિયાદ કરી છ લાખ રૂ ની ખનીજ ચોરી થઇ હોવાનું જાહેર કર્યા બાદ તેના વિરોધમાં ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ સાથે પત્રવ્યહવાર કરતાં અંતે ખનીજ ખાતાએ ફેરવી તોડ્યું છે.અને હવે લેબ રિપોર્ટના આધારે ચોરી નો આંક કુલ્લ 18,38,490 રૂ હોવા બાબત થી પોલીસ ને માહિતગાર કરી અગાઉની એફઆઈઆર માં સુધારો કરવાનું સૂચન કર્યું છે.

સમગ્ર ઘટનાક્રમ મુજબ ગત ડિસેમ્બર માસ માં મુન્દ્રા તાલુકાના રામાણીયા મુકામે ગ્રામજનોએ જનતા રેડ કરી ગૌચર જમીનમાંથી થતી ખનીજ ચોરી અંગે દિવ્ય ભાસ્કર સાથે તંત્ર નું ધ્યાન દોર્યું હતું.તેના પગલે સ્થળ પર ઘસી ગયેલી ખાણખનીજ ખાતાની ટુકડીએ સ્થળ સમીક્ષા કરી ચોરી થઇ હોવાનું સામે આવતાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ 6 લાખ રૂ કિંમતની 696.40 ટન પ્રતિબંધિત એવી બોક્સાઈટ ની ચોરી થયા અંગે ની મુન્દ્રા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.પરંતુ ગ્રામજનોએ ભૂસ્તર ખાતાની ભૂમિકા સામે આંગળીઓ ઉઠાવી ચોરીનો આંક નીચો બતાવી ગુનેગારોને છાવરવા માં આવતા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રી સ્તરે પત્ર વ્યહવાર કરતાં અંતે ખનીજ ખાતા ને નમતું જોખવું પડ્યું હતું.

હાલ પશ્ચિમ કચ્છ વિભાગની અંજાર સ્થિત ભૂસ્તર ખાતાની કચેરીએ 4/6 ના પત્ર દ્વારા મુન્દ્રા પોલીસ મથક ને અગાઉ છ લાખની રકમમાં સુધારો કરી કચેરીને મળેલ લેબ રિપોર્ટ મુજબ સ્પેસીફિક ગ્રેવિટીમાં 18,38,490 રૂ ની ખનીજ ચોરી થઇ હોવાનું જણાઈ આવતાં એફઆરઆઈ માં તે મુજબ સુધારો કરવા બાબત થી અવગત કરતાં રામણીયા ના લડતકાર લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

ખનીજ માફિયાઓ હજી પણ પોલીસ પહોંચ થી દૂર
ઉપરોક્ત મુદ્દે માહિતગાર કરતાં ન્યાય મળવા સંદર્ભે હર્ષની લાગણી દર્શાવી રામાણીયા ના રણજીતસિંહ મંગુભા જાડેજા અને આશીષસિંહ ધીરજસિંહ જાડેજાએ બેન્ટોનાઇટ જેવી કિંમતી ખનીજ ની ચોરીના ગંભીર ગુનામાં મુખ્ય આરોપીના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા બાદ તે હજી પણ પોલીસ પહોંચ થી દૂર હોવા પર ભાર મૂકી તેની અટક બાદ જ તેમને યોગ્ય ન્યાય મળ્યો હોવાની અનુભૂતિ થવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...