મુલાકાત:મુન્દ્રાની સુવિધા વિહોણી સરકારી હોસ્પિટલ મામલે આપ મેદાનમાં

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ અને નગરના જાગૃત નાગરિકોની અસંખ્ય રજૂઆત છતાં નિવેડો ન આવ્યો
  • આગેવાનોએ વહેલી સવારે સીએચસીની મુલાકાત લઇ ક્ષતિઓ પાધરી કરી

આમ કહી શકાય તો વિકાસ ના અસંખ્ય વાયદાઓ બાદ પણ મધ્યમ અને ગરીબવર્ગ ને આરોગ્યલક્ષી સેવાઓ પૂરું પાડતું ઔદ્યોગિક નગરી મુન્દ્રા નું સામુહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા દાયકા થી અનેક સુવિધાઓ થી વંચિત છે.જે સંદર્ભે જાગૃત નાગરિકો વિપક્ષ ની ભૂમિકા ભજવતા કોંગ્રેસે અનેક રજૂઆતો કર્યા બાદ પણ તે બહેરા ના કાને અથડાઈ હોય તેવો તાલ સર્જાયો છે.

હવે ચૂંટણી તદ્દન નજીક છે ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોએ ખસ્તા હાલતમાં રહેલી સરકારી હોસ્પિટલે પહોંચી સોશ્યલ મિડીયા ના માધ્યમથી લોકો ને તેની ક્ષતિઓ થી વાકેફ કર્યા હતા. છેલ્લા ઘણા સમય થી સીએચસી મધ્યે ગાયનેક તબીબ ની નિમણુંક ન કરાયા ઉપરાંત ટેક્નિશ્યન ના અભાવે એક્સ રે મશીન ધૂળ ખાતું હોવાનું સર્વવિદિત છે.​​​​​​​ જયારે આમ આદમી પાર્ટી ની મુલાકાત વેળાએ હોસ્પિટલમાં કોઈ તબીબ હાજર ન હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી.

તેમજ ધૂળ ખાઈ રહેલી પથારીઓ સિવાય સત્તાપક્ષ ની ઘર ઘર શૌચાલય ની ગુલબાંગો વચ્ચે સીએચસીના જાજરૂ માં કડી સુદ્ધાં ઉપલબ્ધ ન હોવા ઉપરાંત છેલ્લા બે માસ થી તેની સફાઈ પણ ન થઇ હોવાનું નજર આવતાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીના કાર્યકરો એ તેનો વિડીયો બનાવી સોશ્યલ મિડીયા પર વહેતો કર્યો હતો.મુલાકાત વેળાએ પાર્ટીના પ્રદેશ કક્ષા ના નેતા કૈલાશદાન ગઢવી રાજુભાઈ કપરાડા તથા શ્રમિક વિકાસ સંગઠન ના પ્રદેશ ઉપાધ્યક્ષ સંજય બાપટ સમેત અન્ય કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...