અકસ્માત:પ્રાગપર ત્રિભેટે ટ્રેઇલરની હડફેટે ચડેલા માંડવીના યુવાનનું મોત

મુન્દ્રા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા તાલુકાના પ્રાગપર મુકામે ધોરીમાર્ગ પર પુરપાટ વેગે આવતા ટેઈલરની હડફેટે ચડેલો બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસ દફતરે થી બનાવ જાહેર કરનાર થાવરભાઈ કાપાભાઈ કોચરા (મહેશ્વરી)(ઉ.વ 43 રહે મોટા કપાયા તા મુન્દ્રા)ને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ ગત રાત્રે 9 વાગ્યા ના અરસામાં ગાંધીધામ માંડવી ધોરીમાર્ગ પર પ્રાગપર ત્રિભેટે બન્યો હતો.

જેમાં ધસમસતા આવતા ટેઇલર ન જીજે 12 બીએસ 5895 ના ચાલકે બેદરકારી પૂર્વક મિતેષ ખીમજીભાઈ દાફડા (ઉ.વ 31 રહે મૂળ માંડવી હાલે મોટા કપાયા)નામક યુવાન ને હડફેટે લેતાં તેનું માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.બનાવ ને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ટેઇલર ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી આરોપીને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...