નગરજનો માટે આકર્ષણ:મુન્દ્રાના શાસ્ત્રી મેદાન પાસે બેઠક વ્યવસ્થા ઉભી કરાઇ

મુન્દ્રા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેન્ડ સુધી બંન્ને સાઈડ વૃક્ષારોપણ સાથે વોકિંગ ટ્રેક બનાવાશે

મુન્દ્રાને સુધરાઈનો દરજ્જો મળ્યા બાદ ગૌરવપથનું નિર્માણ ચોમાસાને કારણે વિલંબમાં મુકાયા બાદ ફરી વેગવંત થયું છે. ગૌરવપથને આકર્ષક બનાવવાના ભાગરૂપે ઉનાળામાં જ્યાં નગરજનોનો ભારે પ્રમાણમાં ધસારો રહે છે તે શાસ્ત્રી મેદાન નજીક બે આકર્ષક બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે.

ગૌરવપથ ના પ્રથમ ફેઝમાં હાલ જુની પોર્ટ કોલોનીથી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારનું કામ ધમધોકાર ચાલુ છે.જ્યારે દ્વિતીય ચરણમાં બસ સ્ટેન્ડથી શિશુ મંદિર સુધીનો માર્ગ તૈયાર થઇ ગયા બાદ વિકસિત શહેરની શાનમાં વધુ એક પીછું ઉમેરાશે. પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે અંદાજિત પાંચ કિમીમાં આકાર લઇ રહેલ માર્ગ ની બંન્ને બાજુએથી તબક્કાવાર દબાણ હટાવવા પર પ્રકાશ પાડી.

ત્યાર બાદ જ્યાં પૂરતી જગ્યા મળે ત્યાં બેઠક વ્યવસ્થા, વૃક્ષારોપણ તથા પેવર બ્લોકથી મઢેલો વોકિંગ ટ્રેક બનાવવાનું જણાવી લોકોને સ્વેછાએ અવરોધરૂપ દબાણ હટાવી લઇ સુધરાઈને નગરહિતમાં સહયોગ આપવા અપીલ કરી હતી. અત્રે નોંધનીય છે કે ગૌરવપથ બાદ જેરામસર તળાવની સુધારણા હાથ ધરવામાં આવશે પછીજ લોકો પાલિકાનો દરજ્જો મળ્યાના લાભ મેળવી શકશે .

અન્ય સમાચારો પણ છે...