મુન્દ્રા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી મનોરંજ ક્ષેત્રે શૂન્યવકાશ છવાયેલો હતો ત્યારે ઔદ્યોગિકરણ ના પગલે ચલચિત્ર અર્થે ખાનગી ધોરણે ભવ્ય મલ્ટીપ્લેક્સ નું નિર્માણ થયા બાદ હવે મુન્દ્રા બારોઇ ને સંયુક્તપણે સુધરાઈ નો દરજ્જો મળતાં બારોઇ રોડ સ્થિત સોસાયટી વિસ્તારમાં આધુનિક ઉદ્યાન આકાર લેશે .જેનું આજે મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને બાગ ના મુખ્ય દાતા અહિંસાધામ ના ટ્રસ્ટી મહેન્દ્ર સંગોઇ ના વરદ હસ્તે શ્રીફળ વધેરી ખાતમુહર્ત કરાયું હતું.
કાર્યક્રમ ના પ્રારંભે બારોઇ રોડ સ્થિત અરિહંત નગર સોસાયટી ના કોમન પ્લોટ પર આકાર લેવા જઈ રહેલા ઉદ્યાન ની રૂપરેખા વર્ણવતા મુખ્ય દાતા મહેન્દ્ર સંગોઇએ મુન્દ્રા પંથક માટે અનેક સેવાકીય કાર્યો કરનાર સ્વ નાનાલાલ વિસનજી ગોર ના સમરણાર્થે અંદાજિત બે હજાર ચો મીટર વિસ્તારમાં બગીચાને ઓપ આપતાં પહેલા તેને ચારે બાજુ દિવાલરૂપી સુરક્ષા કવચ આપ્યા બાદ તેમાં વિવિધ ઝાડો નું વાવેતર કરવાનું જણાવ્યું હતું.
ઉપરાંત રમત ગમતના આધુનિક સાધનો અને બેઠકો સાથે અંદાજિત 25 લાખના ખર્ચે ઉદ્યાન છ માસ ના સમયગાળામાં લોકો માટે ખુલ્લું મુકવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ઉપરોક્ત પ્રસંગે સ્વ નાનાલાલ ગોર પરિવારમાંથી તેમના પુત્રી અંકિતા ગોર પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર ચેરમેન ડાયાલાલ આહિર ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર તથા અન્ય નગર સેવકો ઉપરાંત બહોળી સંખ્યા માં શહેરી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.