મુન્દ્રા પોલીસની કામગીરી:નાના કપાયામાં મોબાઈલ મુદ્દે 13 વર્ષીય કિશોર ઘરેથી ભાગ્યો

મુન્દ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 કલાક બાદ પ્રાગપર પાસેથી શોધી પરિવારને સોંપાયો

નાના કપાયા ગામેથી ગત બપોરે રીસાઈને નાસી ગયેલા 13 વર્ષીય કિશોરને પોલીસે 18 કલાકની ભારે જહેમત બાદ શોધી કાઢ્યો હતો.

ગત બપોરે ત્રણ વાગ્યાના અરસામાં નાના કપાયા મુકામે મોબાઈલથી રમત કરવા મુદ્દે નિગમ રાધેશ્યામ પ્રજાપતિ નામના 13 વર્ષીય કિશોરે બહેન સાથે ઝગડો કર્યો હતો.અને તેને રમવા મોબાઈલ ન મળતા ઘરે થી રીસાઈ ને નાસી છૂટ્યો હતો. ત્રણ કલાક સુધી પરિવારજનો એ નિગમની રાહ જોયા બાદ પણ તે પરત ન ફરતાં મુન્દ્રા પોલીસને જાણ કરી હતી.બનાવ ને પગલે તાત્કાલિક ધોરણે હરકતમાં આવેલી પોલીસે પીઆઇ હાર્દિક ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આસપાસના વિસ્તારોમાં નિગમની શોધખોળ આદરી હતી.

ઉપરાંત સોશ્યલ મીડિયા પર તેના ફોટો વહેતો કર્યો હતો.અંતે આજે અઢાર કલાકની ભારે જહેમત બાદ તે પ્રાગપર થી સમાઘોઘા જિન્દાલ કંપની તરફ જતાં માર્ગ પર આવેલ એક વૃક્ષ હેઠળ બેઠેલો મળી આવતાં પોલીસે તેને પરિવારજનોને સુપ્રત કર્યો હતો.એક તબક્કે ચિંતાતુર બનેલ માવિત્રોને કિશોર હેમખેમ મળી આવતાં તેમણે પોલીસ પ્રજાનો મિત્ર હોવાની ઉક્તિ સાર્થક કરનાર પોલીસકર્મી સમક્ષ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...