રાહત:અમરનાથના દર્શને ગયેલા કચ્છના 60 યાત્રીઓ સલામત

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુફાથી 26 કિમી દૂર હતા અને ભીષણ પૂર હોનારતની ઘટના બની

અમરનાથ ખાતે બરફાની બાબા નજીક ગત સાંજે જાનલેવા પૂર હોનારતની ઘટના બનતાની સાથે ઇલેક્ટ્રોનિક મિડીયા પર સમાચારો વહેતાં થતાં બાબાના દર્શનાર્થે ગયેલા ભુજના 60 જેટલા શ્રદ્ધાળુઓના પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો પરંતુ ઢળતી સાંજે સમસ્ત પ્રવાસીઓ હોનારત બની તે ગુફા થી 26 કિમી દૂર હતા. ઘટના બાદ યાત્રીકો પરત વૈષ્ણોદેવી સ્થિત બેઝ કેમ્પમાં સહી સલામત હોવાના અહેવાલ મળતાં સૌએ રાહતનો દમ લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગત 3/7 ના રોજ ભુજ ખાતે થી અમરનાથ યાત્રાએ લઇ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મોટા ભાગના ભુજ સમેત ગાંધીધામ અને મુન્દ્રા ના 58 પ્રવાસીઓ જોડાયા હતા. જેઓ ગત સાંજે વૈષ્ણોદેવી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા અને ગુફાથી એક દિવસ દૂર 26 કિમીના અંતરે હતા, ત્યારે વાદળ ફાટતાં પૂર હોનારત સર્જાઈ હતી.

પ્રવાસીઓ પૈકીના એક યુવાને ત્યાંની હાલત વર્ણવતા જણાવ્યું હતું કે ઘટનાને પગલે ટ્રાવેલ્સ દ્વારા વૈષ્ણોદેવી ખાતેજ પ્રવાસ રોકી દેવામાં આવ્યો હતો. અને બાર કલાક બાદ પ્રશાસનની લીલી ઝંડી મળતાં જમ્મુ તરફ પ્રસ્થાન કરાયું હતું. જમ્મુ પહોંચ્યા બાદ હાલજ ત્યાં વરસાદ બંધ થયો છે. અને જ્યાં જોઈએ ત્યાં આર્મીના જવાનો ઉપરાંત પ્રવાસીઓની સેવામાં હાજર રહેતા સ્વયંસેવકો નજર આવી રહ્યા છે. તેમજ કાલે વાતાવરણ સાફ થયા બાદ આગળ જવાની છૂટ મળતાં સંઘ બાલતાલ તરફ પ્રયાણ કરશે.

અન્ય સમાચારો પણ છે...