યમન અને ઓમાન વચ્ચે જહાજે જળ સમાધી લેતા માંડવીના પૂર્વ નગરસેવક અને તેમનો પુત્ર તથા સલાયાના બે સગા ભાઇ સહિત કુલ 8 ખલાસીઓ લાપતા બન્યા છે. બે મહિના બાદ પણ જહાજ અને ખલાસીઓની હજુ કોઇ ભાળ ન મળતા સલાયાના બે ભાઇઓની ધર્મિક રીતે અંતિમ વિધિ સંપન્ન કરવમાં આવી હતી.આ અંગે મળતી વિગતો મુજબ યમનથી ઓમાન કાર્ગો ભરીને બિસમિલ્લા નામનુ જહાજ બે મહિના પહેલા રવાના થયું હતું. ત્યારે સમુદ્રી તોફાનમાં આ જહાજ ત્યારથી લાપતા બન્યું છે.
બે મહિના બાદ પણ જહાજ અને ખલાસીઓનો કોઇ પત્તો ન લાગતા માંડવી પાલિકાના પૂર્વ નગર સેવક અને તેમના પુત્ર સહિત કુલ 8 ખલાસીઓના પરિવારજનો પર આભ ફાટયુ છે. જહાજના ઓનર ભુજના શરીફભાઇ મોગલ છે. જહાજ 400 ટનનો માલ લઇ તા.13-1ના લાપતા બન્યુ છે.
બે માસના સમય બાદ કોઇ ભાળ ન મળતા માંડવી સલાયાના બે સગાભાઇ સિકંદર સુલેમાન જુસબાણી (ઉ.વ.39) તથા ઇલિયાસ સુલેમાન જુસબાણી (ઉ.વ.35)ની તા.9-3-23ના રાત્રે નમાઝ બાદ સલાયા ખાતે જામા મસ્જીદમાં વાયેઝ જિયારત વિધિ કરવામાં આવી હોવાની વિગત સુન્ની મુસ્લીમ ભડાલ જમાત પ્રમુખ હાજી અામદ જુણેજાએ આપી હતી. તો માંડવી તબેલા વિસ્તારના અને નગર પાલિકાના પૂર્વ નગરસેવક તથા જહાજના ટંડેલ હુસેનઅલી અબ્દુલા અને તેમના પુત્ર મહંમદ હુસેનઅલી સમુદ્રમાં લાપતા બન્યા છે. જેના પગલે પરિવાર અને સમાજમાં શોકનો માહોલ છે.
તો તેઓની સાથે ઇબ્રાહિમ સિદીક, સિકંદર સુલેમાન, સુરેશ કુમાર નારણ ખારવા અને જુસબ સુલેમાન સલાયાના-માંડવીના જ્યારે ઇશા આમદ દ્વારકા તથા નુરમામદ ઇબ્રાહિમ જામનગર સહિત આઠ લોકોનો હજુ કોઇ પત્તો મળ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.