આવેદનપત્ર:માંડવીના ઐતિહાસિક નાગનાથ મંદિર સામેથી માંસાહારની લારીઓ દૂર કરો

માંડવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ હિન્દુ પરિષદે મામલતદાર અને પાલિકાને આવેદનપત્ર પાઠવ્યું

ભાસ્કર ન્યૂઝ| માંડવીથી મસ્કા માર્ગે જતા આવેલા ઐતિહાસિક નાગનાથ મંદિરની સામે તળાવમાં દબાણ કરીને માંસાહારની હાટડીઓ બિનઅધિકૃત રીતે ઉભી થઇ જતાં વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઉઠાવી આ લારીઓ દૂર કરવા આવેદનપત્ર પાઠવ્યું છે. માંસાહાર મંદિરના સામે વેચાણ થતું હોવાથી ધાર્મિક લાગણી દુભાતી હોવાથી વહેલી તકે આ ગેરકાયદેસર લારીઓ દૂર કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.

પુલ પરનો ઢોરાવ ઉતરતા મસ્કા જતા માર્ગે પ્રાચીન નાગનાથ મહાદેવ મંદિરની સામે તળાવમા કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી વિના અધિનિયમ 2020 કાયદા ભંગ કરી નોનવેજની હાટડીઓ ચાલુ કરાઇ છે. તેવામાં હવે સુલેહ શાંતિ ભંગ થઈ શકે તે માટે સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી આવેદનપત્રમાં ટાંકવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા રુક્માવતી પુલ પાસે વિજયરાજજી સાહેબની કાસ્ય પ્રતિમાની સામે નોનવેજનુ વેચાણ ચાલુ કરવામાં આવ્યું હતું, ત્યારે આ અંગે માંડવી મામલતદાર અને નગરપાલિકાને જાણ કરાતા વહીવટી તંત્ર હરકતમાં આવીને દબાણ દૂર કરીને વેચાણ અટકાવામાં આવ્યું હતું.

હવે નાગનાથ મંદિર સામે નોનવેજની લારીઓ દૂર કરવા રૂબરૂ રજૂઆત સાથે માંડવી મામલતદાર અને નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ દીપેશ જોશી, નિહાળવાની હેઠળ જખુ સંઘાર, હિતેશ દામા. મિલન વાઘેલા., વિભુ સંઘવી, નરશી ગઢવી, સહિતના આગેવાનોએ આવેદન આપી નોનવેજના હાટડા દૂર કરવાની માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...