જનજાગૃતિ:માંડવીમાં ઝાડા-ઉલ્ટીના દર્દીઓમાં ઉછાળા બાદ પાલિકા સફાળી જાગી

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોર ટુ ડોર પ્રચાર-પ્રસાર સાથે સુધરાઇ દ્વારા સ્વચ્છતા માટે કરાઇ તાકીદ

માંડવી શહેરમાં 15 દિવસથી ઝાડા-ઊલ્ટીના કેસોમાં અાવેલા ઉછાળા અંગેનો અહેવાલ ભાસ્કરમાં અાવ્યા બાદ હરકતમાં અાવેલી પાલિકા દ્વારા ખાણીપીણીની લારી સહિત ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા લોકોને સ્વચ્છતા રાખવા માટે લાઉડ સ્પીકર દ્વારા તાકીદ કરી, લોકોમાં જનજાગૃતિ ઉભી કરવામાં અાવી રહી છે.પાલિકા દ્વારા પાણી ફિલ્ટર કર્યા વગર શહેરમાં વિતરણ કરાતાં હોવાથી અશુદ્વ પાણી, તો ક્યાંક ગટર મિશ્રિત પાણી વિતરીત કરાતું હોવાથી એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટીના 1350 કેસ સામે અાવ્યા છે. સફાળી જાગેલી પાલિકા હવે પાણીમાં ક્લોરીનનું પ્રમાણ વધારીને પાણી વિતરણ કરશે.

શહેરીજનો રોગચાળાના ભરડામાં સપડાય તે પહેલા નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી, પાલિકાના ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકી દિન-પ્રતિદિન ઝાડા-ઊલ્ટીના કેસ અને કોલેરાના કહેરને અટકાવવા માટે શહેરમાં સફાઇ ઝુંબેશને અગત્ય આપીને ડીડીટી અને ફોગિંગ મશીન દ્વારા દવાનો છટકાવ કરવા, પાણીપુરી, શેરડીના સંચા, ગોલા-ગુલ્ફી, ચાની હોટેલ વગેરે ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા તમામ વેપારીઓ અને હાથલારી ધારકોને સ્વચ્છતા રાખવા પાલિકાની ટીમ દ્વારા બેદરકારી રાખતા સામે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી તાકીદ સાથે લાઉડ સ્પીકર સાથે પાલિકાના વાહન શહેરના 9 વોર્ડમાં ફેરવીને લોકોમાં જનજાગૃતિ ઉભી કરવામાં અાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...