નારાજગી:માંડવી નગર પાલિકા સંચાલતિ લાયબ્રેરીમાં સુવિધાનો અભાવ, વિદ્યાર્થીઓમાં નારાજગી

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધાત્મક પરિક્ષાના વિદ્યાર્થીઓને ખુણામાં નીચે બેસી અભ્યાસ કરવાની નોબત

માંડવી નગરપાલિકા દ્વાર ક્રિકેટ મેદાનની નજીક લાયબ્રેરી હોલ બનાવવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બન્યો હતો. પરંતુ હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં વિદ્યાર્થીઓએ નીચે બેસીને અભ્યાસ કરવાની નોબત આવતાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી વ્યાપી રહી છે.

માંડવી નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રીની શહેરી વિકાસ યોજના હેઠળ સાઈ ગાર્ડન લાયબ્રેરી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા સીએસઆર કાર્યક્રમ હેઠળ માંડવી નગરપાલિકા સંચાલિત લાયબ્રેરી ખાતે પુસ્તકો અને ફર્નિચર તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા જાહેર થતી સ્પર્ધાત્મક પરિક્ષા અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં વધી રહી છે.

જેથી માંડવી, માંગરોળ અને ઉંમરપાડા તાલુકાના ઘણા વિદ્યાર્થીઓ વાંચન સહિતના અભ્યાસ માટે આ લાયબ્રેરીમાં આવે છે. પરંતુ લાયબ્રેરીમાં રહેલી ખુરશી સહિતની અપૂરતી સુવિધાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચી રહી છે. 60થી 70 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત પણે આવતાં હોય. જેમના ભવિષ્ય માટે સુવિધા ઊભી કરવાની માગ ઉઠી છે.

સુવિધા સભર બનાવવા કાર્યવાહી ચાલે છે
માંડવી નગરપાલિકા સંચાલિત લાયબ્રેરીને વધુ સુવિધા સભર બનાવવા માટેની કાર્યવાહી ઘણા દિવસોથી ચાલે છે જે પૂર્ણતાના આરે આવી છે. જેથી ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ આવશે. હાલ પુરતી જરૂરી ખુરશીઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. > રેખાબહેન વશી , માંડવી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...