પિતા-પુત્રી એકસાથે અંતિમસફરે:માંડવીમાં સવારે બ્રેઇનસ્ટોક આવવાથી પુત્રીનું મોત, આઘાતમાં પિતાને એટેક આવ્યો

માંડવી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પિતા અને પુત્રીની ફાઇલ તસવીર - Divya Bhaskar
પિતા અને પુત્રીની ફાઇલ તસવીર
  • આજે સવારે 8 કલાકે પિતા અને પુત્રીની એક સાથે અંતિમયાત્રા નીકળશે, જૈન સમાજમાં શોકની લાગણી

માંડવીમાં પુત્રીનું અવસાન થતા તેના વિયોગમાં પિતાને હૃદય રોગનો હુમલો આવતા પિતા અને પુત્રીની આજે એકસાથે અંતિમયાત્રા નિકળશે. માંડવી શહેરમાં નામાંકિત મૈત્રી ગેસ્ટ હાઉસ જેમના નામથી ચલાવતા હતા તેમની પુત્રી મૈત્રી ત્રણ દિવસથી ભુજ ખાતેની હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી ત્યારે અચાનક બ્રેઇનસ્ટોકનો હુમલો આવતા તેનું શનિવારના મૃત્યુ થયું હતું.

પુત્રીના મોતના સમાચાર સાંભળી પિતા મહેશભાઈ નાનાલાલ શાહ (ઉ.વ.65) પણ આઘાતમાં સરી ગયા હતા અને એકની એક પુત્રીનું અવસાન થતા વિયોગમાં મહેશભાઈને પણ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેને પગલે તેમનું દુઃખદ નિધન થતા પરિવાર સહિત સમસ્ત જૈન સમાજમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. આજે સવારે આઠ કલાકે મૈત્રી ગેસ્ટ હાઉસ તેમના નિવાસસ્થાનેથી પિતા અને પુત્રીની એક સાથે અંતિમયાત્રા નીકળશે જેના કારણે સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.