લોકોપયોગી સેવા:માંડવીમાં કચ્છની પ્રથમ તાજા જન્મેલા બાળકો માટે ICU એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજના મહમદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ.13 લાખના ખર્ચ લોકોપયોગી સેવા શરૂ

માંડવી સલાયા ખાતે યોજયેલા સૈયદ હાજી અહમદશા બાવાની તાજીયતના પ્રસંગે ભુજના મહમદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ.13ના ખર્ચે તાજા જન્મેલ બાળકોની સમગ્ર કચ્છની પ્રથમ એન.આઇ.સી.યુ. એમ્બ્યુલન્સને લોક સેવા અર્પણ માટે સૈયદ અમીનશા બાવા તથા સૈયદ કાસમશા બાવાના હસ્તે ખુલ્લી મુકાઈ હતી.

આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા, મહમદી ચેરીટેબલના તમામ હોદ્દેદારો સહિત દાઉદ બોલીયા મહંમદ સીધીક જુણેજા, સલીમ જત, રફીક શેખ, હાજી અહમદ જુણેજા, ઇકબાલ મંધરા, સૈયદ અનુબાપુ, મહંમદ આગરીયા, યુસુફ સોનારા, ગની કુભાર (મુંબઈ), ડો.હાસીમ હીંગોરા (કેશોદ), રાજેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...