કચ્છ હાલ ચૂંટણીમય છે. ચૌરેને ચોટે ચૂંટણી-ઉમેદવાર-પ્રચાર-હારજીત-લીડ અને પસંદ-નાપસંદની જ ચર્ચા છે પણ એક અત્યંત મહત્ત્વની વાત છે કે સર્વત્ર ભુલાય છે. ચૂંટણીપંચની જે આદર્શ આચાર સંહિતા આપવામાં આવી છે તેના આધારે જો ઉમેદવાર અને રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચની ગણતરી થાય તો તો આંકડા ક્યાંના ક્યાં પહોંચી જાય જેમ કે, પક્ષીય ખેસ જેટલા જણના ગળામાં હોય એકના ~ 10 ગણવાના... પાઘડીના 500... કરો હિસાબ કેટલા ખેસ... કેટલી પાઘડી...!
ચૂંટણીમાં એક ઉમેદવાર 40 લાખ જેટલો ખર્ચ કરી શકે
વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર 40 લાખ જેટલો ખર્ચ કરી શકે છે, જોકે ઉમેદવાર ચૂંટણી જીતવા બેફામ ખર્ચ કરતો હોવાથી ચૂંટણી આયોગ દ્વારા બાજ નજર રાખવા માટે વિડીયો સર્વલેન્સ ટીમ (વીટીએસ) મોટા ખર્ચથી સુક્ષ્મ ખર્ચ પર તમામ એજન્સી કામે લાગી ગઇ છે પણ તો ય ઘણી બાબતો ચૂકાય છે.
ચૂંટણી ખર્ચમાં આ વિગતો બતાવવામાં આવતી નથી
લોક પ્રતિનિધિત્ત્વ અધિનિયમ કમલ-77ની વિધાનસભા મતદાર વિભાગમાં પ્રત્યેક ઉમેદવાર નામ નિયુક્ત થાય તે તારીખથી ચૂંટણી પરિણામ જાહેર થાય બન્ને તારીખોના વચ્ચેના સમયગાળામાં ઉમેદવાર 40 લાખ ખર્ચ કરી શકે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે ચૂંટણી જંગમાં જીત મેળવવા માટે દામનો વધુ ઉપયોગ થાય તેને નિયંત્રણ રાખવા માટે વીડિયો સર્વલેન્સ ટીમ પોતાનો કાર્ય કરીને વીડિયો વ્યુમિંગ વિંગ ટીમ સીડીના આધારે રેલીમાં, સભામાં, પાર્ટીના ખેસ ધારણ કરતાનો ખર્ચ 10 રૂપિયા ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવશે. જો કે, આવી ગણતરી હજુ સુધી થતી નથી.
ચૂંટણી પ્રચાર માટે વાહનો અને રોજમદારનો ખર્ચ માત્ર નામ પૂરતું બતાવાય છે
ચૂંટણી પ્રચાર માટે અલગ-અલગ વાહનના એક કલાકના હિસાબે ભાવો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં મોટા ભાગે ખાનગી વાહનો દિવસ-રાત દોડતા જોવા મળે છે. તે ઉપરાંત રોજમદાર તરીકે કામ કરતાં લોકોને રોજગાર આપવામાં આવતો હોય છે. મોટા ભાગે ચૂંટણી ખર્ચમાં આ વિગતો બતાવવામાં આવતી નથી અને પૂછવામાં પણ આવતી નથી.
રસોડા ખર્ચ
કાર્યકરો દિવસ-રાત પોતાના ઉમેદવારને વિજયી બનાવવા પ્રયત્નો કરે એ લોકોને બન્ને સમય અલગ-અલગ વ્યજનોનો સ્વાદ ચખાડવામાં આવે છે, જે રસોડામાં ઉમેદવાર પોતે હાજરી આપે તો ત્યાનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક ઉતારી શકે છે.
ખર્ચ પર દેખરેખ રાખવા માટે 13 ટુુકડીઓ ખાસ
ચૂંટણીમાં કામ કરે છે, ચૂંટણી પંચ, જિલ્લા ચૂંટણી અધિકારી, બૂથ લેવલ અવેરનેશ ગ્રુણ (બીએજી) મીડિયા પ્રમાણીકરણ અને દેખરેખ નિયંત્રણ સમિતિ, વીડિયો નિરીક્ષણ ટુકડીઓ (વીટીએસ), હિસાબી ટુકડી, રાજ્ય આબકારી વિભાગ, ખર્ચ નિરીક્ષક, કંટ્રોલ રૂમ, લાંચ રૂશ્વત, ગેરકાયદે ખર્ચની ફરિયાદ માટે ફ્લાઇંગ સ્ક્વોર્ડ (એફએસએસ), સ્થાઇ નિરીક્ષક ટુકડી, રોકડ-દારૂ વગેરે પરિવહન અટકાવવા (એસએસટીએસ), આવક વેરા વિભાગ સહિતની અલગ-અલગ એજન્સીઓ ચૂંટણી કામે લાગે છે.
ફોજદારી કેસ ધરાવતાં ઉમેદવારે અખબારમાં જાહેરાત આપવી
ફોજદારી થયો હોય અને અનિર્ણિત હોય ભૂતકાળમાં અપરાધી સાબિત થયેલા હોય તેવા ઉમેદવારે બહોળી પ્રસિદ્ધ ધરાવતા અખબારમાં મોટા ફોન્ટમાં ત્રણ વખત જાહેરાત પ્રકાશિત કરીને એકરાર કરવું પડશે. કચ્છના આવા ઉમેદવારના એકરારનામાં પ્રગટ થશે તેની મતદારો રાહ જોઇ રહ્યા છે.
તો હવાઇ માર્ગનો ખર્ચ ઉમેદવારમાં નથી લેખાતો
ચૂંટણી જાહેરનામ બહાર પડે તેના સાત દિવસની અંદર મુખ્ય નિર્વાચિન પાસે રાજ્યકીય પક્ષના સ્ટાર પ્રચારકનું નામ જાહેર કરવામાં આવે તો હવાઇ માર્ગ કરતાં ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવતો નથી, તે પાર્ટી ખર્ચમાં ગણના કરાય છે.
પાઘડી પહેરાવશો તો 500 રૂપિયા | |
આઇટમ | ભાવ |
પાર્ટીનો ખેસ | 10 |
ઢોલ | 525 |
શરણાઇ | 525 |
ગાદલા | 10 |
પાર્ટીનો ધ્વજ | 50 |
સોફા | 682 |
પેડલ ફેન | 250 |
કોફી કપ | 20 |
ચા કપ | 15 |
દૂધ કપ | 25 |
પંજાબી થાળી | 200 |
એસી (2 ટન) | 3675 |
સાઉન્ડ (VVIP) | 52500 |
હેલોજન | 65 |
એસી સ્ટેજ | 8925 |
એર કુલર | 250 |
વીઆઇપી ચેર | 80 |
પીવીસી ચેર | 35 |
ટેબલ | 315 |
ટોપી | 30 |
ગુજરાતી થાળી | 10 |
ગ્રીન કંતાન | 250 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.