મોતની છલાંગ:માંડવીમાં ખાંડના હોલસેલના વેપારીએ ભેદી સંજોગોમાં તળાવમાં ઝંપલાવતાં મચી ચકચાર

માંડવી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયાની ઉઘરાણીથી કંટાળીને પગલું ભર્યુ હોવાનું બહાર આવ્યું પ્રાથમિક કારણ
  • પોલીસ તપાસ દરમ્યાન ઉઘરાણી માટે ત્રાસ આપનારા શખ્સોના નામ ખૂલે તેવી સેવાતી શક્યતા

માંડવી શહેરના કાંઠાપર મોટું નામ ધરાવતા ખાંડના હોલસેલના વેપારી ગુરૂવારે અગ્યાર વાગ્યના અરસામાં તળાવમાં મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી જવા પામી છે. પાણીમાં ગરકા થઇ જતાં તરવૈયાની જહેમત બાદ મૃતકનો દેહ બહાર કાઢી હોસ્પટલ લઈ જવાયો હતો ડૉકટર મૃત જાહેર કરતા વેપારી આલમ અને તેમનાં પરીવારમા શોકનો મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે.

પ્રત્યક્ષ નજરે નિહાળનારા સૂત્રોના જણાવ્યા મુજબ આશ્રમ પાસે આવેલા નાના તળાવ પાસ G T 12 BN 9729 નબર ની બાઈક શ્રીનાથજી કોમ્પ્લેક્સની સામે ઉભી રાખી સીટ મોબાઈલ ફોન મુકીને કે.ટી. રોડ પર શેઠવાડી શેરીમાં રહેતા 54 વર્ષીય વેપારી જીતેન કાન્તિલા શાહએ દોડતા દોડતા તળાવમાં કુદી પડ્યા હતા. મોતની છલાંગ લગાવનાર વેપારી બહાર નહિ આવતાં જોત જોતામાં લોકો એકઠા થઇ ગયા હતા.

આ અવસરે પુર્વ નગર સેવક મુકેશ જોષી બીચ ખાતેની તરવૈયાની ટીમને ફોન કરતાં તરવૈયાઓએ તળાવમાં કૂદીને કીચડમાં ખૂપી ગયેલી વેપારીની લાશ બહાર કાઢી હતી. સમાજના વેપારી સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ હસમુખ સ્વભાવ હતભાગી વેપારી લાબા સમયથી ધંધામાં ખોટ જતા અને વેપારી અને ખેડૂતો પૈસા ભરતા નહીં હોવાથી આ સનિષ્ઠ અને નિષ્ઠાવાન વેપારીની આબરૂ શાકને ધક્કો લાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

તે સાથે ઉપરથી પઠાણી ઉઘરાણી ના ફોન સતત ચાલુ હોવાથી ડિપ્રેશનમાં આવી જતા અંતે મોતની છલાંગ તળાવમાં લગાવીને આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે. વેપારી તેમની એક પુત્રી અને તેમના પત્નીને એકલા મૂકીને જતા રહેતા તેમના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતુ. મૃતકને હોસ્પિટલ લઈ જવા હતા. જ્યાં માંડવી નગરપાલિકાના પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ અને નગરસેવકો પારસ શાહ. લાંતિક શાહ. નરેન સોની. અબ્દુલ ઓઢેજા સહિત આગેવાનો અને અગ્રણીઓ મદદ રૂપ થવા હાજર રહ્યા હતા.

આપઘાત પછી વેપારી ઉપર સતત ત્રણ ફોન રૂપિયાની ઉઘરાણી માટે આવ્યા હતા
વેપારી તળાવમાં છલાંગ લગાવ્યા પહેલા પોતાનો મોબાઈલ બાઈક ઉપર મૂકીને ગયા હતા. તે દરમિયાન પણ ખેડૂત વેપારીઓના ફોન આવ્યા હતા. અને તે ફોન માંડવીના પુર્વ મામલતદાર વી. કે . સોલંકી ઉપાડ્યા હતા. અને તે ત્રણેય ફોન ખેડૂતના ઉઘરાણી માટે આવ્યા હતા. ત્યારે પઠાણી ઉઘરાણી કરનારાની કોલ ડીટેઇલ્સ પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...