માગ:ગાડાવાટમાં ફેરવાયેલા દયાપરથી નરા માર્ગનું તાકીદે સમારકામ કરો

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘપર ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનની રજૂઆત

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરથી નરાને જોડતો માર્ગ અનેક ખાડાઓના કારણે ગાડાવાટમાં ફેરવાઇ જતાં ચોમાસામાં મુશ્કેલી સર્જાય તે પહેલાં સમારકામ કરવાની માગ મેઘપર ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેને કરી છે.

આ અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, મેઘપર, હરોડા, ઝુમારા સહિતના 25 જેટલા ગામોને જોડતા 24 કિલો મીટરના રસ્તા પર અનેક ઠેકાણે નાના મોટા ખાડા પડી જતાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. નાના મોટા અકસ્માતો પણ થાય છે. સાત વર્ષ પહેલા બનેલા રસ્તા પરથી ઓવર લોડ ભારે વાહનો પસાર થતા હોવાથી હાલત બિસમાર બની છે.

માર્ગના નવીનીકરણ માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં દરકાર લેવાતી નથી. ચોમાસમાં રોડની હાલત સાવ બદતર બની જાય તે પૂર્વે મરમ્મત કામ હાથ ધરાય તેવી માગ મેઘપર ગ્રામ પંચાયતની સમાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશ બલિયાએ કરી હતી.

આ મહત્ત્વપૂર્ણ માર્ગ અંગે અનેક વખત રજૂઆત કરાઇ: તા.પં. વિપક્ષી નેતા
લખપત તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તેમજ ભાજપના અગ્રણી રાજુભાઇ સરદારે જણાવ્યું હતું કે, દયાપરથી નરાને જોડતા આ માર્ગની હાલત ખુબજ દયનીય છે. વર્ષ 2013મા બનેલા આ માર્ગ પર ઠેર-ઠેર ખાડાઓના કારણે આ વિસ્તારના 25 જેટલા ગામો તથા ગામોના લોકોને ખુબજ મુશ્કેલી પડી રહી છે. પ્રવાસન, દેશની સુરક્ષાની દૃષ્ટીએ પણ આ હાઇવે મહત્ત્વપૂર્ણ છે. આ માર્ગ માટે અનેક રજૂઆત કરવામાં આવી છે તેમ છતા આજ દિન સુધી દરકાર લેવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...