લખપત તાલુકાના ઉમરસરની જીએમડીસી ખાણમાં ખાનગી કંપનીમાં કામ કરતા કામદારોએ સ્થાનિકોને રોજગારી અને પૂરતા વેતનની માગ સાથે ધરણા શરૂ કર્યા છે. શુક્રવારે છાવણીની મુલાકાતે પહોંચેલા અબડાસાના ધારાસભ્યે લડતને ટેકો જાહેર કરતાં જો બે દિવસમાં ન્યાય નહીં મળે તો ખુદ પણ કર્મચારીઓ સાથે ઉપવાસ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કામદારોને જણાવ્યું હતું કે, કંપની દ્વારા કામદારોનું થતું શોષણ અને અન્યાય સાંખી નહીં લેવાય. તેમણે કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરીને નિરાકરણ લાવવા જણાવ્યું હતું તેમ છતાં બે દિવસમાં માગણીઓ નહીં સંતોષાય તો પોતે પણ ભૂખ હડતાળમાં જોડાશે તેવી ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.