રજૂઆત:લખપતમાં ઘાસનો જથ્થો માલધારીઓને રાહત દરે આપો

દયાપર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકામાં અત્યારથી જ ઘાસચારાની અછત સર્જાઈ છે તેમજ સીમાડાઓમાં પણ પશુઓના ચરિયાણ માટે ઘાસચારો નથી. ત્યારે તાલુકા શાસક પક્ષના નેતા પી.સી. ગઢવીની આગેવાની હેઠળ પ્રાણપર (ઘડુલી), કૈયારી, બરંદા સહિતના સ્થળોએ વનવિભાગના ઘાસ ગોડાઉનની મુલાકાત લઇ તેમાં રહેલા ઘાસના જથ્થાની માહિતી મેળવી હતી.

અને જણાવ્યું હતું કે વનતંત્રના વિવિધ ઘાસ ગોડાઉનોમાં 3,83,000 કિલો ઘાસનો સંગ્રહાયેલો જથ્થો પડયો છે. ત્યારે જો તંત્ર દ્વારા આ ઘાસનું રાહત દરે માલધારીઓને વિતરણ કરવામાં આવે તો પશુઓ માટે ઉપયોગી બનશે અને તે 15 દિવસ સુધી ચાલે તેમ છે.

આ રજૂઆત તાલુકા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ કરવામાં આવશે. જિ.પં. સદસ્ય મામદ જુંગ જત, દિનેશભાઈ સથવારા, રાણુભા સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વન વિભાગના આર.એફ.ઓ. હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...