પાણી માટે પળોજણ:બેખડામાં સપ્તાહ બાદ ટેન્કર આવતાં પાણી ભરવા માટે લોકોની પડાપડી

દયાપર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા વકરી રહી છે. પંથકના બેખડા ગામમાં પેયજળ ન આવતાં અગ્રણીઓએ કરેલી રજૂઆતના પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા સપ્તાહ બાદ ટેન્કર મોકલાયું હતું.

પાણી આવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મહિલાઓ, યુવાનો અને બાળકો પણ પાણી ભરવા માટે પહોંચ્યા હતા. ટેન્કર ટાંકામાં ખાલી કરવામાં આવતાં જ પાણી ભરવાની પડાપડી થઇ હતી. કેટલાક ગ્રામજનોએ છેક ટાંકા પર ચડીને જળ ઉલેચ્યું હતું.

ગામના આવેવાન આરબ જતે રોષ પૂર્વક આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, પાણીની તીવ્ર તંગી બાબતે અધિકારીઓને રજૂઆત કરીએ ત્યારે ઉડાઉ જવાબો અપાય છે. છેલ્લા દસેક દિવસથી ગામ પાણી વિહોણુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...