તંત્રએ આદરી સમારકામની કામગીરી:રામાણિયા પાસે પવનચક્કીના વાહને એકસાથે 10 વીજપોલને કર્યા ધરાશાયી

દયાપર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક ગામોમાં છવાયો અંધારપટ

લખપત તાલુકાના રામાણિયા નજીક રાત્રિના પવનચક્કીના પુર્જા લઇને જતા મહાકાય વાહને 10 વીજપોલને જમીનદોસ્ત કરતાં અનેક ગામોમાં અંધારપટ છવાયો હતો, જો કે, વીજ તંત્રએ દિવસે વીજપોલ ઉભા કરવાની કામગીરી આદરી હતી.

કચ્છ જાણે રેઢિયાળ ખેતર હોય તેમ પવનચક્કીઓનું વન ઉભું કરી દેવાયું છે અને આ કામગીરી હજુ પણ ચાલુ છે, જેને લઇને પવનચક્કીના મસમોટા પુર્જા લઇને જતા મહાકાય વાહનો અવાર-નવાર અસ્માતો સર્જે છે ત્યારે વધુ એક વાહને રામાણિયા નજીક 10 વીજપોલ પાડી દીધા હતા. ગામના થાવર કમા રબારીએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રિના 12 વાગ્યાના અરસામાં પવનચક્કીના પાંખડા લઇને જતું મહાકાય વાહન 10 વીજપોલ સાથે ધડાકાભેર અથડાયું હતું, જેના પગલે અનેક ગામોમાં અંધારપટ છવાયો હતો.​​​​​​​

ગામના મુળજી રબારીએ જણાવ્યું હતું કે, રવિવારના સવારે આવેલી વીજતંત્રની ટીમે વીજપોલ ઉભા કરવાની કામગીરી આદરી હતી, જે સાંજે મોડે સુધી ચાલુ રહી હતી પરંતુ પૂરી ન થઇ શકતાં કાળકાળ ગરમી વચ્ચે સતત બીજી રાત્રિ વીજળી વિના પસાર કરવી પડી હતી.

આજે કંપની સામે નોંધાશે ફોજદારી
દયાપર વીજતંત્રના મુખ્ય અધિકારી જે.જે. પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, શનિવારના રાત્રે બનેલા બનાવમાં 8 વીજપોલ અને વીજ વાયરોને નુકસાન પહોંચ્યું છે. બનાવના બીજા દિવસે રવિવારની રજા હોવાથી હવે સોમવારના આ બનાવ અંગે સંબંધિત કંપની સામે ફોજદારી નોંધાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...