બેદરકાર તંત્ર:મોટી વરંડી પાટિયા પાસે બસ સ્ટેશન બાવળોમાં ખોવાઇ ગયું

રાયધણજર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંડા બાવળ વધી જતાં બસ સ્ટેશનમાં બેસવા તો ઠીક, અંદર જઇ શકાય તેમ નથી

અબડાસાના ડુમરાથી નારણપર (મંજલ) તરફના રસ્તે વચ્ચે આવતા મોટી વરંડી પાટીયા પાસે બનેલા બસ સ્ટેશનની અાજુબાજુમાં મોટાપાયે ગાંડા બાવળ ઉગી નીકળતાં મુસાફરોને બસ સ્ટેશનમાં બેસવા તો ઠીક, અંદર જવા માટેનો રસ્તો જ નથી.બસ સ્ટેશનની આસપાસ બાવળની ઝાડી એટલી બધી વધી ગઈ છે કે, બાવળની ઝાડી પાછળ બસ સ્ટેશન છે તે પણ દેખાતું નથી.

આ બાવળની ઝાડી રાતોરાત નથી વધી પણ છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા કોઈ દરકાર રાખવામાં આવતી ન હોવાથી બસ સ્ટેશન ગાંડા બાવળની ઝાડીમાં ગાયબ થઇ ગયું છે. વર્ષો પહેલા લાખો રૂપિયાના ખર્ચે ઠેક ઠેકાણે બનાવાયેેલા આવા બસ બસ્ટેશન હવે ધોળા હાથીની સમાન જોવા મળી રહ્યા છે. મોટાભાગના આવા અન્ય બસ સ્ટેશનમાં મુસાફરો બેસતા પણ નથી. પ્રજાના કરવેરાના પૈસા પાણીમાં ગયા હોય તેમ જણાય છે. અત્રે અે પણ નોંધવું રહ્યું કે, અા રીતે ઠેક ઠેકાણે બસ સ્ટેશન બનાવી દેવાયા છે પરંતુ ત્યારબાદ તેની કોઇ જ દરકાર ન કરાતાં તેનો ઉપયોગ મુસાફરો કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...