આજ વર્ષે ચુંટણી થવાની છે ત્યારે તેની તૈયારીઓની પ્રારંભીક તૈયારીઓ ગત મહિનાથીજ શરૂ થઈ ગઈ છે. મતદાન મથકોને ચીહ્નીંત કરવાની પ્રક્રિયામાં કંડલામાં તમામ બુથ અન્યત્ર ખસેડવામાં આવશે. અગાઉ અહીની ઈમારતોમાં રખાતા બુથ આ વખતે તે તોડી પાડવામાં આવતા નવા સ્થળોને શોધવા ટુંક સમયમાં ટીમ સ્થળ વીઝીટ કરશે તેમ જાણવા મળે છે.
કંડલા વિસ્તારમાં રહેણાક સતત ઓછા કરવાના પોર્ટ પ્રશાસન દ્વારા સતત પ્રયાસ થતા રહે છે ત્યારે તે કેટલા ફલીભુત નિવડ્યા છે તેનો અંદાજો બહાર આવનારા સર્વેમાં આવશે. સામાન્ય રીતે કંડલામાં ચુંટણીઓ માટે 5 મતદાન મથક રાખવામાં આવે છે, જે તમામ મહતમ ત્યા બનેલી ઈમારતોમાં રખાતા હતા. પરંતુ પોર્ટ પ્રશાસન દ્વારા ખસ્તાહાલ થઈ ગયેલી ઈમારતોને જમીન દોસ્ત કરી દેવામાં આવી છે.
જેના પગલે તે સ્થળોને બદલીને અન્ય આસપાસની ઉપલબ્ધ ઈમારતનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે મામલતદાર સહિતની ટીમ ટુંક સમયમાં સ્થળ વીઝીટ કરીને સ્થળોને ચીહ્નીંત કરવામાં આવશે. નોંધવુ રહ્યું કે બુથ અનુસાર ગાંધીધામના કેટલાક બુથમાં પણ ફેરબદલ થાય તે સંભવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.