ટ્રાફિક સમસ્યા:ઓસ્લો બ્રિજનું કામ જુન સુધી લંબાઈ શકે, માર્ચ સુધી અપાયું હતું એક્સટેન્સન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોખમી પુલીયાને આખરે બંધ કરાતા સર્વિસ રોડનું ભારણ વધ્યુ
  • ટાગોર રોડને જોડતા નાળા પરના પુલીયાની દિવાલો એવી ધસી જાણે તેમાં સળીયાજ ન હોય, ટ્રાફિકની સમસ્યા હજુ 8 મહિના રહેશે

ગાંધીધામના રાજ્ય સરકાર હસ્તકના ટાગોર રોડ પર ઓસ્લો સર્કલ આસપાસ ઓવરબ્રીજ બનવાનું ચાલતું કાર્ય જે કરાર અનુસાર ડિસેમ્બર સુધીમાંજ પુર્ણ થઈ જવાનું હતું. તેને ગત મહિનેજ માર્ચ સુધી પુર્ણ કરવાનુ એક્સટેસન્સ અપાય બાદ હવે આ કાર્ય હજી તે સમયગાળામાં પણ પુર્ણ કરી શકે તેમ ન હોવાનો જાણકારો મત વ્યક્ત કરીને અંદાજે જુન’ 2023 સુધી આ કાર્ય લંબાઈ શકે તેમ જણાવ્યું હતું. ટાગોર રોડ પર સર્વિસ રોડના ખસ્તાહાલના કારણે ઉઠેલા લોકરોષને ભુલી શકાય તેમ નથી, ત્યારે હવે તેના નિર્માણ બાદ ફરી પરિસ્થિતિઓ સામાન્ય તરફ ભણી રહી છે.

દરમ્યાન જેમ જેમ ઓવરબ્રીજનું કામ આગળ વધી રહ્યું છે તેમ સર્વિસ રોડ પરનું ભારણ પણ વધી રહ્યું છે. હવે ઓસ્લો સર્કલ થી આદિપુર જતા માર્ગે બી ડિવિઝન પોલીસ મથક તરફ વળવા માટેના નાળા પર બનેલા પુલીયા અને માર્ગને પણ બંધ કરી દેવાયો છે. ત્યાંના મુખ્ય રોડ પર પણ ઓવરબ્રીજનું કાર્ય શરૂ કરી દેવાતા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી ટ્રાફિક હવે લાયન્સ ક્લબ તરફના ટર્નથી આગળ વધીને મુખ્ય રોડ પર ચડશે. નાળા પર બનેલા પુલીયાનો એક તરફની પારી થોડા મહિના પહેલાજ તુટી પડી હતી, ત્યારબાદ આના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાનો સુર ઉપસ્થિત થવા પામ્યો હતો.

દંડ નહિ, નિયમન માટે બ્રિગેડ અને ટ્રાફિક પોલીસની હાજરી જરૂરી
હાલ લોકોમાં ઉઠતા અસંતોષ અનુસાર સર્વિસ રોડ પર પસાર થતા લોકોને રોકીને તેમની પાસેથી ટ્રાફિક નિયમન અનુસાર દંડાત્મક કાર્યવાહી કરાય છે. નગરજનોની લાગણી અનુસાર હાલ જ્યારે ભારે ટ્રાફિક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યો છે ત્યારે દંડાત્મક કાર્યવાહિ કરતા ખરેખર વિભાગની જેમ જવાબદારી છે તે ટ્રાફિક નિયમનની કાર્યની વધુ આવશ્યકતા હોવાથી તે દિશામાં કાર્ય થવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...