સમસ્યા:રોજના 100જ બીલ પ્રિન્ટ કરવા સક્ષમ મશીનરીથી કામ કેમ પતશે?

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈ- નગર સોફ્ટવેરમાં વારંવાર બાધાઓથી અટકતું કામ
  • ઈ-નગરમાં બીલો પ્રિન્ટ કરવા એક દિવસ પહેલા કમાન્ડ આપવો પડે છે

તમામ નગરપાલિકાઓને ઈ નગરની નવીન સોફ્ટવેર વ્યવસ્થા લાગુ કરવા પાછળનો ઉદેશ્ય તેના લાગુ કર્યા બાદના અનુભવથી ઘણો અલગ હોય તેવું લાગી રહ્યું છે. ડીઝીટલ ભારત કરવાના લક્ષ્ય સાથે ઈ નગર સોફ્ટવેર એટલા માટે લાગુ કરાયું હતું કે દરેક વ્યક્તિ પોતાની રીતે ઓનલાઈન ટૅક્સ તો ભરીજ શકે, સાથે નગરપાલિકા પણ સરળતા પુર્વક બીલ સબંધિત તમામ મેનેજમેંટને પાર પાડી શકે. પરંતુ છેલ્લા આટલા મહિનાનો અનુભવ એવો સામે આવી રહ્યો છે કે દર બે કે ત્રણ દિવસમાં સોફ્ટવેરનું સર્વર ઠપ્પ થઈ જાય છે.

આંતરીક સુત્રોએ કહ્યું કે હાલમાં પાલિકા વેરા વસુલાત પાછળ પડી છે તો તેના બીલ કાઢવાની વ્યવસ્થા પણ એટલી જટીલ અને લાંબી છે કે જો 100 બીલ પ્રીન્ટ કરવા હોય તો તે માટે એક દિવસ અગાઉજ ઓર્ડર આપવો પડે છે. ત્યારબાદ તે પીડીએફ તૈયાર થાય છે અને બીલ કાઢી શકાય છે. જો માત્ર 100 જેટલા બીલથીજ રોજ ગાડુ ગબડાવવાનું હોય ત્યારે હજારો બીલોને કઈ રીતે ટુંકા ગાળામાં મેનેજ કરી શકાશે તે પ્રશ્ન છે. અધુરામા પુરુ આ અંગે ફરિયાદો ઉચ્ચસ્તરે કરાયા છતાં કોઇ પ્રત્યુતર પાઠવવામાં ન આવી રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...