કાસેઝમાં અધિકારીઓ અને પ્રશાસનની કનડગતથી કંટાળેલા ટ્રેડએ ખોંખારો ખાધો હોય તેમ હવે ઓપન હાઉસ બાદ પણ ફરિયાદોનો સીલસીલો ચાલુ છે, કેટલીક ફરિયાદો તો પીએમઓ સુધી કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં પુર્વ વિવાદાસ્પદ પીઓની હાલ મજબુત બનેલી ભુમિકા પણ સામેલ છે.
કંડલા સ્પે. ઈકોનોમિક ઝોનના અતિરીક્ત ચાર્જમાં રહેલા આકાશ તનેજા ગત સપ્તાહે આવતા ટ્રેડ સહિતના સાથે થયેલા વિચાર વિમર્શમાં વિવિધ બાબતો ખુલીને સામે આવી હતી. એક વિવાદાસ્પદ અધિકારી જે મહિનામાં ત્રણ થી ચાર વાર મુંબઈ ફ્લાઈટમાં આવ જા કરે છે તે તેની પગારના આધારે કઈ રીતે પોસાય છે તે પ્રશ્ન પણ ઉઠાવાયો હતો.
આ સહિત પુર્વ પીઓની વિવિધ સ્તરે સામે આવી રહેલી મીલીભગત અંગે પણ પીએમઓ સુધી ફરિયાદ કરાઈ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત વેરહાઉસમાં નવા પ્રોડક્ટ માટે કોઇ અન્ય ઝોનમાં ન હોય તેવા પરવાનગીના અલગ ધારા ધોરણોની ફરિયાદ પણ કરાઈ હતી. અધુરામાં પુરુ જીએસટી વિભાગ દ્વારા ઝોનના દરેક યુનિટને તેના ભાડા પર જીએસટી આપવા જણાવાતા તે સામે ટ્રેડએ વાંધો ઉઠાવ્યો છે, જે અંગે આજે બેઠક બોલાવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.