• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Gandhidham
  • While Passing Through Kandla's Westgate, The Trailer Forgot To Lower The Trolley And The Roof Collapsed Due To The Collision, Hitting The Hitachi While Coming Off The Hook At Jetty No.16.

મહાબંદર પર બે દુર્ઘટના:કંડલાના વેસ્ટગેટ થી પસાર થતા ટ્રેઈલરે અપ કરેલી ટ્રોલી નીચી કરતા ભુલ્યુ અને ટક્કરથી છત પડી ભાંગી, તો જેટી નં.16 પર હુક્ક છુટતા હિટાચી પટકાયું

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પડી ભાંગેલો વેસ્ટ ગેટ નં.-1 - Divya Bhaskar
પડી ભાંગેલો વેસ્ટ ગેટ નં.-1

દિનદયાલ પોર્ટ ઓથોરિટીમાં ગત રોજ બે અલગ અલગ અકસ્માતની ઘટનાઓ બનવા પામી હતી. સદભાગ્યે બન્ને ઘટનાઓમાં કોઇના ઘાયલ થયાનું સતાવાર સમર્થન મળતું નથી. પહેલી ઘટના સાંજના કંડલાના વેસ્ટગેટ નં.1 પર બની, જ્યારે અંદર પ્રવેશ કરી રહેલુ ટ્રેઈલર તેની અપ કરેલી ટ્રોલીને નીચી કર્યા વિનાજ પસાર થવાનો પ્રયાસ કરતા તેની ટક્કર ગેટના છતને લાગી હતી. જેથી છત આખી તેજ ક્ષણે પડી ભાંગી હતી. પોર્ટના સતાવાર સુત્રોએ આ માટે જવાબદાર કંપનીને ડેમેજ મેમો આપવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

જેટી નં.16 પર હીટાચી પટકાઇ
જેટી નં.16 પર હીટાચી પટકાઇ

તો ઘટનાના થોડા સમય બાદ મલબો સ્થળ પરથી હટાવીને વ્યવસ્થા ફરી સામાન્ય કરાયો હતો. તો રાત્રીના હિટાચીને પોર્ટની જેટી નં. 16 પાસે વેસલ પર કામ કર્યા બાદ ક્રેન વડે તેને જેટી પર અનલોડ કરતા સમયે હુક્ક છુટતા હિટાચી નીચે પડ્યુ હતું. શરૂઆતે આ ઘટનામાં કેટલાક ઘાયલ થયાની વાત ઉઠવા પામી હતી, પરંતુ પોર્ટના સતાવાર સુત્રોએ તે અફવા હોવાની અને સરકારી કે ખાનગી કોઇ વ્યક્તિ ઘાયલ ન થયો હોવાનું અને આ પ્રકારની ઘટનાઓ સામાન્ય હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...