વિવિધતામાં એકતા:સમગ્ર ભારત જ્યાં વસે, શ્વસે અને વિકસે છે, તે છે આપણું ગાંધીધામ

ગાંધીધામ9 દિવસ પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
સિટી ઓફ યુનિટી - Divya Bhaskar
સિટી ઓફ યુનિટી
  • પ્રથમ વાર ભાસ્કરની પહેલથી વિવિધ પ્રાંત, સમુદાયના યુગલોની પારંપરિક પરિધાનમાં તસવીર

આખા દેશને પોતાની આગોશમાં જાણે સમાવી લીધુ હોય તેવી તાસીર પચરંગી કહેવાતા ગાંધીધામની છે. કદાચ દેશનો એવો કોઇ હિસ્સો નહિ હોય જેના પ્રાંત, સમુદાયના લોકો અહિ વસતા ન હોય. અને આ વિવિધતાને અલગ ન થવા દઈને એકતાનું સનિષ્ઠ પ્રદર્શન ગાંધીધામ સાત દાયકાથી કરતું રહ્યું છે. દેશના નં.1 પોર્ટ ડીપીએ, કંડલા થકી પોર્ટ સીટી બનેલા આ શહેરમાં વસતા વિભીન્ન રાજ્યો, સમુદાયોના લોકો આવ્યા અને ઉન્નતીના માર્ગે શહેરને આગળ ધપાવવા પોતાનું યોગદાન આપીને દુધમાં સાકળની જેમ ભળી ગયા છે. અને એટલેજ દેશના દરેક ખુણે ઉજવાતો કોઇ પણ તહેવાર એટલા જ ઉત્સાહ અને ઉમંગ સાથે અહી પણ ઉજવાય છે.

મીની ભારત, મીની મુંબઈ, લઘુભારત, કોસ્મોપોલીટન જેવા વિવિધ સંબોધના શણગાર જેના શીરે છે તે આઝાદ ભારતમાં જન્મેલા આ શહેરની આજ તાસીરને પ્રથમ વાર તસવીરમાં કેદ કરવાનો પ્રયાસ દિવ્ય ભાસ્કર દ્વારા કરાયો, જેમાં શહેરમાં રહેતા વિભીન્ન પ્રાંતો જેમ કે ઉત્તર ભારતીય, ઓરીસ્સા, પંજાબ, વેસ્ટ બંગાળ, રાજસ્થાન, ગુરખા, મહારાષ્ટ્ર, કેરેલા, તમીલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના સ્થાનિક સમુદાયોના 15થી વધુ યુગલો પારંપરીત પરિધાનમાં એક સ્થળે એકત્ર થઈને સમરસતા દર્શાવી હતી. તસવીરઃ રાજેશ લાલવાણી

અન્ય સમાચારો પણ છે...