વિવાદ:કાચબો ગૂમ થતાં પુત્રએ માતા, બહેનોને લાફા ઝીંક્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય બાબતે યુવાનો બાખડ્યા

આદિપુરમાં કાચબો ગૂમ થયા બાદ ઉશ્કેરાયેલા પુત્રએ તમે જ મારા કાચબાને ગૂમ કર્યો હોવાનું કહી માતા તેમજ બે બહેનોને લાફા જીંકી દીધા હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. ગાંધીનગર રહેતા હેતલબેન રાજેશભાઇ બાબુભાઇ જોષી તા.14/5 ના રોજ તેમના કાકાજીનું અવસાન થયું હોઇ આદિપુર આવ્યા હતા. તેઓ ત્રણ દીવસથી પોતાની માતાના ઘરે રોકાયા હતા.

ગત રાત્રે તે માતા માયાબેન અને બહેન સંધ્યાબેન સાથે બેઠા હતા તે દરમિયાન તેમનો ભાઇ કેયુર આવ્યો હતો અને મારો કાચબો ક્યાંય મળતો નથી કહેતાં તેમણે કાચબો શધવામાં મદદ પણ કરી હતી પણ ન મળતાં ઉશ્કેરાયેલા કેયુરે તેમને તમે જ મારો કાચબો ગૂમ કર્યો છે કહી લાફો ઝીંક્યો હતો માતા વચ્ચે આવ્યા તો તેમને પણ માર્યું હતું અને સંધ્યાબેનને ધક્કો મારી નીચે પાડી ઇજા પહોંચાડી હતી.

તો બીજી ઘટના ભારતનગર પાછળ રેલવે પાટા પાસેના વિસ્તારમાં થઈ હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું, જેમાં ક્રિકેટ રમતા યુવાનો સામાન્ય બાબતે બાઝ્યા બાદ વાલીઓ વચ્ચે પણ બોલાચાલી થવા લાગી હતી. આસપડોસના લોકોએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો,આવતા જતા લોકો માટે જોણુ થયું હતો ઘટના ચોપડે ચડી નહતી.

અન્ય સમાચારો પણ છે...